ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા સબજેલમાં રક્ષાબંધનની ઉજવણીમાં બહેનોની આંખો અશ્રુથી છલકાઈ,બંદીવાન ભાઈઓમાં ઉલ્લાસભર ગમગીન દ્રશ્યો સર્જાયા 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા સબજેલમાં રક્ષાબંધનની ઉજવણીમાં બહેનોની આંખો અશ્રુથી છલકાઈ,બંદીવાન ભાઈઓમાં ઉલ્લાસભર ગમગીન દ્રશ્યો સર્જાયા

સમગ્ર દેશમાં ભાઈ-બહેનના પ્રેમના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આવેલ સબજેલમાં કેદીઓને બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. રાખડી બાંધતા સમયે બહેનોની આંખોમાંથી ખુશીના અશ્રુ છલકી પડતા હતા મોડાસાના સબજેલ ખાતે જુદા-જુદા ગુન્હામાં સજા કાપતા ભાઈઓને જોતા રક્ષાબંધન પર્વ મનાવવા પહોંચેલી બહેનોની આંખો ખુશી થી છલકાઈ ઉઠી હતી મોડાસા સબજેલમાં 126 કેદીઓને તેમની બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢુ મીઠુ કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી.બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે માહોલ ગમગીન બન્યો હતો અને કેદી ભાઈઓ અને બહેનોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગતા ગમગીન દ્રશ્યો સર્જાયા હતા મોડાસા સબજેલમાં મોટી સંખ્યામાં બહેનો આવતી હોવાના કારણે જેલ સત્તાધીશોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો.

 

મોડાસા સબજેલ ખાતે રક્ષાબંધન પર્વ પર રક્ષાબંધન નિમિતે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતા બહેનોએ જેલ સુપ્રિટેન્ટન્ટ અને પોલીસ કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રાખડી બાંધીને પરત ફરતી બહેનોની આંખમાં ભાઈ ક્યારે સજા ભોગવી ઘરે પરત ફરશે તેને લઈને અશ્રુ વરસાવી રહી હતી.દરેક બહેન રાખડીના તાંતણે પ્રાર્થનાઓ રૃપી કવચ પોતાના ભાઈના હાથે બાંધીને ભાઈની સલામતિ અને સુખની મંગલ કામના કરીને ભાઈની લાંબી આવરદા માટે ભગવાનની પ્રાર્થના કરી હતી.અને ભાઈઓએ રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button