એસ સી ડબલ્યુ હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરાઈ આ રમતોત્સવ નું આયોજનરોટરી ક્લબ ડીસાના સહયોગથી કરવામાં આવ્યું


29 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
એસ સી ડબલ્યુ હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરાઈ આ રમતોત્સવ નું આયોજનરોટરી ક્લબ ડીસાના સહયોગથી કરવામાં આવ્યું આ રમતોત્સવમાં શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઇ મોઢ રોટરી ક્લબના પ્રમુખ ડિકેશ ભાઈ ગોહિલ ઇનામોના દાતા ડોક્ટર ચંપકભાઈ ઝાલમોરા ડોક્ટર મોનાબેન ગાંધી પ્રોજેક્ટ ચેરમેન અપૂર્વભાઈ તથા અન્ય રોટેરિયન મિત્રો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા આ સમગ્ર રમતોત્સવ નું આયોજન શાળાના સુપરવાઇઝર પિયુષભાઈ જોશી અને વ્યાયામ શિક્ષક વસંતભાઈ પરમારે કર્યું હતું. શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જયંતીભાઈ પ્રજાપતિએ મહેમાનોને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના સ્ટાફ મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમના દાતા ડોક્ટર ચંપકભાઈ ઝાલમોરા સાહેબ અને રોટરી ક્લબ ડીસાનો શાળા પરિવારે આભાર માન્યો હતો









