

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા
જુનેદ પટેલ
ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે ગ્રામપંચાયતના પટાંગણમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સૌ પ્રથમ પાટવેલ ગામના શહીદ થયેલા વીર જવાન શહીદ કલાભાઈ જોતિભાઈ ગરવાળ ને દીપ પ્રગટાવીને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ શહીદ જવાનના પત્ની અને પરિવાર જનોને ફૂલ આપી શાલ ઓડાવી સન્માન કરવામાં આવ્યું હતું. અને દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રદેશ આદિવાસી મોરચાના ઉપાધ્યક્ષ ડો.અશ્વિન પારગી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃક્ષા રોપણ કરી કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રામપંચાયત પાટવેલ ના તલાટી કમ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ આદિજાતિ મોરચાના ડો.અશ્વિન પારગી, ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જી.કે. ભરવાડ, તાલુકા પ્રમુખ રામાભાઈ પારગી, દાહોદ જિલ્લા વ્યવસાયિક સેલના સહસંયોજક પંકજ પંચાલ, પાટવેલ ગ્રામપંચાયતના સરપંચ, ગ્રામપંચાયતના સભ્યો, પોલીસ સ્ટાફના જવાનો, દેશ માટે બલીદાન આપનાર શહીદ જવાન ના પરિવારજનો, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.








