BANASKANTHAGUJARATTHARAD
લાયન્સ કલબ ઓફ થરાદ સીટી દ્વારા ૮૦ જેટલા સફાઈ કામદારોને અનાજ કીટ આપવામાં આવી.

28 ઓગસ્ટ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
લાયન્સ કલબ ઓફ થરાદ સીટી દ્વારા થરાદ નગરપાલિકામાં કામ કરતા 80 જેટલા સફાઈ કામદારો ને કરિયાણાની કીટ આપી ફૂડ ફોર હંગર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લાયન્સ કલબના પ્રમુખ પ્રવિણસિંહ ચૌહાણ સહિત તમામ લાયન મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ માં થરાદ પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા થરાદના નવા નગરપાલિકા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રક્ષાબંધન નો તહેવાર નજીક આવતો હોય આ કરિયાણાની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે થરાદ પ્રાંત અધિકારી દ્વારા વ્યસનથી અને જુગારથી દૂર રહેવા સૂચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા કીટ આપવામાં આવી હતી.
[wptube id="1252022"]









