
તા.૧.મે.
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
વડોદરાનાં વિખ્યાત સૂફી સંત હજરત સૈયદ અઝીમુદ્દિંન નુરુલ્લાહ જીલાની કાદરી (ર.અ) નાં ૩૫માં વાર્ષિક ઉર્સ નો શાનદાર જુલૂસે સંદલ સાથે પ્રારંભ થયો હતો.સોમવારે બપોરે ૩ કલાકે અજબડીમિલ યાકૂતપૂરા ખાતે હજરત અઝીમે મિલ્લત નાં શિષ્યનાં ઘર પાસેથી ગાદીપતિ હાજી પીર સૈયદ મોઈનુંદ્દિંન જીલાની કાદરી સાહેબની અઘ્યક્ષતામાં ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.આ જુલુસમાં અલમ મુબારક,મિલાદ અને રાતિબની વિવિધ શહેરોની ટુકડીઓ,શણગારેલા વાહનો સાથે નીકળેલા ભવ્ય જુલૂસ નું સ્થાનિક અગ્રણીઓ દ્વારા ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ઉર્સ માં ગુજરાત સહિત અમદાવાદ,સુરત, મુંબઇ, સૌરાષ્ટ્ર,હાલોલ,કાલોલ, તેમજ દેશ વિદેશથી આવેલા બ્રદ્ધીજીવીઓ,વિવિધ ખાનકાહનાં ગાદીપતિઓ અને સાદાતો સહિત વિશાળ સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હતી.જ્યારે આ જુલૂસ નગરના રાજમાર્ગો પર ફરી મેમણ કોલોની ખાતે આવેલ દરગાહ ખાતે પહોંચતા સભાના રૂપમાં ફેરવાઈ ગયું હતું.જેમાં સંદલ,ચાદર અને વંશાવલી પથનની પરંપરા ગત વિધિ બાદ ગાદીપતિ હજરત સૈયદ મોયુનુદ્દિંનબાબા કાદરી સાહેબની દુઆઓ અને અઝીમી લંગર સાથે સમાપન થયું હતું.આ પ્રસંગે સૈયદ અમિરુદ્દિંન બાબા કાદરી, સૈયદ કબિરુદ્દીન બાબા કાદરી,સૈયદ જિયાઉદ્દીન બાબા કાદરી,સૈયદ તાજુદ્દીન બાબા કાદરી તેમજ કીછોછા શરિફવાળા ગાઝીએ મિલ્લત હજરત સૈયદ સુબહાનીમિયાં અશરફી ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ઉર્ષનાં બીજા દિવસે તા.૨ મે મંગળવારે રાત્રે આધ્યાત્મિક ધામ ખાનકાહે એહલે સુન્નતનાં સૂફી સંત હજરત સૈયદ અઝીમુદ્દીન બાબા કાદરી (ર.અ) ની દરગાહ ખાતે કીછોછા શરિફવાળા ગાઝીએ મિલ્લત હજરત સૈયદ હાશ્મીમીયા સાહેબની ભવ્ય તકરીર યોજાશે તેમજ શાને આલમ,ઇમરાન મઝહર,જનાબ હાફિજ મહેતાબ આલમ જેવા દેશના ટોચના શાયરો પોતાની રચના રજૂ કરશે.તા.૩ બુધવારે પણ રાત્રે વિવિધ ઉલમાઓ દ્વારા તકરીર નો જલસો યોજાશે જ્યારે તા.૪ મે ગુરુવારના રોજ સવારે ૧૦ કલાકે દરગાહ ખાતે કુરઆન ખ્વાની ,મહેફિલે મિલાદ, ઝિક્ર શરિફ,સલાતો સલામ,કુલ શરિફ,શજરા ખ્વાની યોજાશે.જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટશે અને ચાર દિવસીય ઉર્સ નો લાભ લઇને ધન્યતા અનુભવશે.










