તા.૧૮/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ડી.ડી.ઓ. ના પત્ર નો પણ ઉલાળીયો રાજકોટ આઇ.સી.ડી.એસ શાખા કરી દીધો’
રાજકોટ જિલ્લા મા આઇ.સી.ડી.એસ વિભાગ મા અલગ અલગ તાલુકા ઓ મા આઇ.સી.ડી.એસ ઘટક મા આઉટસોર્સિંગ એસ.એ., કલાર્ક ફરજ બજાવી રહ્યા છે તે આઉટસોર્સિંગ કર્મચારીઓ ના ડિસેમ્બર મહિના થી પગાર વિહોણા કામ કરી રહ્યા છે.
તારીખ ૧૯ /૧૦/૨૦૨૩ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી ની સૂચના થી હિસાબી અધિકારી દ્વારા જિલ્લા તમામ શાખા ઓ પત્ર દ્વારા જણાવેલ હતું કે આઉટસોર્સિંગ કામ કરતા કર્મચારીઓ નો છેલ્લી પાંચ તારીખ સુધી મા પગાર કરી આપવાનો રહેશે નહીંતર શાખા અધિકારી નીયંત્રણ અધિકારી એ જવાબદાર નકી કરવામા આવશે પણ જાણે રાજકોટ આઇ.સી.ડી.એસ શાખા ને કોઈ નિયમ લાગુ નહીં પડતો હોય તેવી રીતે આઉટસોર્સિંગ કર્મચારી પગાર બાબતે કામ કરી રહ્યા છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ કે આઇ.સી.ડી.એસ શાખા જવાબદારો ને પગાર બાબતે પૂછાણ કરવા માટે આઉટસોર્સિંગ કર્મચારીઓ ફોન કરે તો જવાબદારો ફોન પણ ઉપડતા નથી અને અમુક જવાબદાર અધિકારી કર્મચારી બોપર ના રીસેષ ના નામે ત્રણ કલાક ઘરે ચાલ્યા જાય અને અમુક સતત ફોન મોબાઈલ મા વ્યસ્ત હોય છે જો આ અંગે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને રાજકોટ જોન ના વિભાગીય નાયબ નિયામક કદાચ અજાણ હોય શકે બાકી રાજકોટ જિલ્લા આઇ.સી.ડી.એસ શાખા મા આવી લાલિયાવાડી ચાલે નહીં.








