

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
આર્ટ્સ કોલેજ ફતેપુરામાં તારીખ ૨૮/૦૮/૨૦૨૩ના રોજ ભારત સરકારના “એક ભારત શ્રેષ્ઠ ભારત”અંતર્ગત “પંચ પ્રકલ્પ”ના આરોગ્યલક્ષીપ્રકલ્પ અને NSSના સંયુક્ત ઉપક્રમે આરોગ્યલક્ષી વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં સબડીસ્ટીક હોસ્પિટલ,ઝાલોદના એસ.ટી.આઈ.કાઉન્સિલર શ્રી અનિલભાઈ પી.ભુરીયા તેમજ રેફરલ હોસ્પીટલ અને સામુહિક આરોગ્યકેન્દ્ર ફતેપુરામાંથી પુષ્પકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અનિલભાઈ ભુરીયાએ કોરોના રસીકરણ અને તે અંગેની જાગૃતિની વાત કરી હતી. તે ઉપરાંત હિપેટાઈટીસ,ટી.બી.,HIV અને જાતીય બીમારીઓ તે થવાના કારણો અને તે અંગેની જાગૃતિ અને સારવાર વિષે વિશેષ માહિતી આપી હતી.વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો આપી કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો. શ્રી પુષ્પકભાઈ પટેલે સરકાર દ્વારા ચાલતી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને સુવિધાઓ વિષે માહિતી આપી હતી.ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા સમગ્ર કોલેજ સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો.









