

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
કારોડીયા પૂર્વ ગ્રામ પંચાયતના ડે.સરપંચ હિતેશ કલાલ દ્વારા કાર્યપાલ ઈજનેર સ્ટેટ ઓફિસર માર્ગ અને મકાન વિભાગ દાહોદ ખાતે રજુઆત કરવામાં આવી હતી કે સવિનય નિવેદન સાથે મોજ કરોડીયાપર્વે ગામે ના ડે.સરપંચશ્રી ની નમ્ર અરજ કે કરોડીયાપૂર્વે ગામે બતૈયારોડ ચોકડી થી ઉખરેલી રોડ સંતરામપુર જતા સ્ટેટ હાઈવે ઉપર શહેરી વિસ્તારમાં આરસીસીરોડ પર મોટાખાડા પડી ગયેલ છે. આ રોડ પર કરોડીયાપુર્વે ગામે શાળા,કોલેજ તેમજ સ્કુલ, આઈ.ટી.આઈ આવેલ હોઈ તો વિધાર્થીઓને રોડ પર ખાડાઓ માં પાણી ભરાવાથી અવર જવર માં તકલીફ થતી હોઈ તો સ્ટેટ હાઈવે નું તાત્કાલીક ધોરણે તે રોડનું સુપરવાઈજીંગ કરી યોગ્ય નીકાલ કરી આપવા આપ સાહેબશ્રી ને મારી નમ્ર અરજભરી વિનંતી છે.
[wptube id="1252022"]









