
તા.૨૪.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરી ઇતિહાસ રચતા શ્રધ્ધા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉજવણી કરી
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી કાર્યરત છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણાએ ચંદ્રયાન મિશન 3 અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા હતા.14 જુલાઈના રોજ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન ઉડાન કરવામાં આવ્યું હતું. તે 23 ઓગસ્ટના રોજ સાંજના 6 કલાક અને 4 મિનિટે. ચંદ્રની દક્ષિણ ધ્રુવની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરતા સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વાગી ચૂકેલ છે .140 કરોડ ભારતીયોના સપનાને લઈને ઉડેલું ચંદ્રયાન -3 એ 41 દિવસની સફર પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું ત્યારે આખા દેશની છાતી ગર્વથી પહોળી થઇ ગઈ ત્યારે આ ઐતિહાસિક ક્ષણને શ્રી શ્રધ્ધા વિદ્યાલયના બાળકો દ્વારા વંદે માતરમ્…. ભારત માતા કી જય…. ના નારા લગાવીને ઉજવણી કરી હતી.









