BANASKANTHAGUJARATPALANPUR

સોસાયટી ફોર બડિંગ બાયોલોજીસ્ટ દ્વારા બોટનિકલ એડવાન્સ એસોસિયેશન તથા એમ્ જી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયેલ વેબીનાર નું લાઈવ આયોજન 

24 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સોસાયટી ફોર બડીંગ બાયોલોજીસ્ટ દ્વારા તા.૨૩ ઓગસ્ટ, ૨૦૨૩ દરમ્યાન બોટનિકલ એડવાન્સ એસોસિયેશન તથા એમ્ જી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયેલ વેબિનારનું લાઈવ સ્ટ્રીમિંગનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. આ પ્રોગ્રામમાં પીજી ઇન્ચાર્જ ડૉ. જે. એન. પટેલ, અધ્યક્ષ ડૉ. મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા તથા પ્રિન્સિપલ ડૉ. ડબગર સાહેબે શુભેચ્છાઓ અને આશિર્વચન પાઠવ્યા. સમગ્ર કાર્યક્રમની શરુઆત સમૂહ પ્રાર્થના દ્વારા કરાઇ. વેબિનાર માં ફ્લોરિડા યુનિવર્સિટી ના પ્રો. ડો. ફ્રેડી ઓલ્ટપિટરે વિદ્યાર્થીઓને મોલેક્યુલર બાયોલોજી, પ્લાન્ટ બ્રિડિંગ, બાગાયતવિદ્યા તથા નિંદામણ ના વિવિધ ઉપયોગો વિષે માહિતી આપી. તથા વનસ્પતિશાસ્ત્રમાં કઈ રીતે પોતાની રીતે સ્ટાર્ટઅપ કરી શકાય તેની માહિતી આપી. કાર્યક્રમ માં લગભગ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા. કાર્યક્ર્મ નો અંત રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન બોટની વિભાગ ના આ. પ્રો. ડૉ. ધ્રુવ પંડ્યા, ડૉ. હરેશ ગોંડલિયા, કુ. અંકિતા કુગશિયા તથા લેબોરેટરી આસિસ્ટન્ટ શ્રી અશોકભાઈ તથા શ્રી વિક્રમભાઈ દ્વારા કરવામાં આવ્યું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button