BHARUCHBHARUCH CITY / TALUKONETRANG
નેત્રંગ ટાઉનની શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલ ખાતે ૯માં વિશ્વ યોગા દિવસ ઉજવણી કરવામાં આવી હતી

આજે ૨૧મી જુનના રોજ ૯માં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નેત્રંગ તાલુકા વહીવટી તંત્ર દ્વારા નેત્રંગ ટાઉનમાં આવેલ શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઇસ્કુલ ખાતે વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાણાયામ સહિતના આસનો કરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મામલતદાર અનિલભાઈ વસાવા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સિંગ, બી.આર.સી.કો. હિરેન પટેલ તેમજ શાળાના વિદ્યાર્થીઓ, આચાર્ય અને આમંત્રિતો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
[wptube id="1252022"]








