સંતરામપુર એસટી ડેપો ની કાયમી સ્વચ્છ રાખવા માટે ડેપો મેનેજર સંગાડા ની મુસાફર જનતાને અપીલ

સંતરામપુર એસટી ડેપો ને કાયમી સ્વચ્છ રાખવા માટે એસટી ડેપો મેનેજર સંગાડા ની મુસાફર જનતાને અપીલ
રિપોર્ટર…..
અમીન કોઠારી
મહીસાગર

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર જનતાને સ્વચ્છ સલામત અને કિફાયતી સેવા મળી રહે તેવા અભિયાનના હેતુસર જે કાર્યવાહી ચાલી રહી છે, તેના ભાગરૂપે સંતરામપુર એસટી ડેપો મેનેજર શ્રી સંગાડા દ્વારા ખૂબ જ ભગીરથ પ્રયાસો હાથ કરવામાં આવી રહ્યા છે.

એસટી ડેપો મેનેજર સંગાડા દ્વારા મુસાફર જનતાને અપીલ કરવામાં આવી છે કે સ્વચ્છ, સલામતી અને કિફાયતી મુસાફરી માટે મુસાફર જનતાને કહેવામાં આવ્યું છે કે બસોની અંદર પાન- ગુટકા ની પિચકારી મારીને, પડીકા ખાઈ ને તેનો કચરો બસમાં નાખો નહીં , તેમજ એસટી ડેપોની મુલાકાત લો ત્યારે એસટી ડેપો ના ખૂણા ખાચરે, ટોયલેટ, બાથરૂમ તેમજ ડેપોના પરીસર માં કોઈપણ પ્રકારનો ગંદો કચરો, કે થુંકીને કે ,પિચકારી મારીને કે ,જાહેરમાં પેશાબ કરીને ગંદકી ન કરવા માટેની અપીલ કરવામાં આવી છે .
વધુમાં ડેપો મેનેજર શ્રી સંગાડાએ જણાવ્યું કે વર્કશોપ સાઇટમાં બસો ને પૂરેપૂરી પાણી થી ધોઈને તેમજ કંટ્રોલ પોઇન્ટ ઉપર પણ કાયમ માટે સફાઈ જળવાઈ રહે તે માટેના એસટીના કર્મચારીઓ ,સફાઈ કામદારો સાથે મળીને આ સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું છે , જેમાં મુસાફર જનતા અમને પુરેપુરો સાથ સહકાર આપે તો સંતરામપુર એસટી ડેપોને કાયમ માટે સ્વચ્છ રાખી શકાય તેમ છે.

સંતરામપુર એસટી ડેપો મેનેજરની સાથે એટી.આઇ.ટી.આઇ. ટ્રાફિક શાખા અને ડ્રાઇવર કંડક્ટર મળીને આ સફાઈ અભિયાનને સફળ બનાવવા માટેના ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે.









