આસીફ શેખ લુણાવાડા
૬૨ મી સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફુટબોલ ટુર્નામેન્ટ યોજાશે
જવાહરલાલ નહેરુ હોકી ટુર્નામેન્ટ – ૨૦૨૩ માટે ૨૫ ઓગસ્ટ સુધી અરજી જમા કરવવાની રહેશે
આ વર્ષે જવાહરલાલ નહેરુ હોકી ટુર્નામેન્ટ – ૨૦૨૩ યોજાનાર છે જેમાં ગુજરાત રાજ્યની વિજેતા ટીમો ભાગ લેવાની હોય જેને અંતર્ગત મહીસાગર જિલ્લામાં ૨૯મી નહેરુ બહેનો હોકી(અં-૧૭), ૪૦મી સબ જુનિયર હોકી ભાઈઓ(અ.-૧૫) અને ૫૧મી જુનિયર હોકી ભાઈઓ(અ.૧૭) રમતની સ્પર્ધાનું આયોજન રાખવામાં આવનાર છે
સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ શાળાના લેટર પેડ ઉપર ખેલાડી, કોચ અને મેનેજરના નામ સાથે શાળાના સહી સિક્કા કરી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, રૂમ નં.3, પ્રથમ માળ, અંબા માતાજી મંદિર ટ્રસ્ટ, શહેરા દરવાજા પાસે, લુણાવાડા જિ. મહીસાગર કચેરીએ તા. ૨૫/૦૮/૨૦૨૩ સુધીમાં જમા કરાવવાની રહશે. સ્પર્ધાને લગતી વધુ માહિતી માટે અગાઉથી જાણ કરવામાં આવશે.









