
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સામે ભ્રસ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપતા રાજકીય ગરમાવો વધ્યો
ભાજપના પૂર્વ સંસદીય સચિવ એવા હર્ષદ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ વિરુદ્ધ અનેક આક્ષેપો લગાવ્યા ધારીખેડા સુગર અને દુધધારા ડેરીમાં થયેલા ભ્રસ્ટાચાર બહાર લાવવાની ચીમકી ઉચ્ચારી
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ૨૦૨૨ ની વિધાન સભાની ચૂંટણીએ જિલ્લા ભાજપનાબે ભાગલા કરી દીધા છે. જેમાં ટિકિટ ના મળતા ગુજરાત આદિજાતિ મોર્ચાના અધ્યક્ષ હોવા છતાં અપક્ષ ચૂંટણી લડેલા હર્ષદભાઈ વસાવા ભાજપના ઉમેદવાર ડો દર્શનાબેન દેશમુખ સામે લડ્યા પણ હારી ગયા હતા હવે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી આ અપક્ષ ગ્રુપ સક્રિય બનીને મોર્ચો માંડ્યો છે. ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ચૂંટણી લડતા ઉમેદવારને અને તેમને ટેકો આપનાર કાર્યકરોને સસ્પેન્ડ કરનાર ભાજપના જિલ્લા અધ્યક્ષ સામે રોષ વ્યક્ત કરીને હર્ષદ વસાવાએ પોતે ભાજપના જ છે અને ભાજપને જ આખું ગ્રુપ મત અપાશે જીવશે ત્યાં શુદ્ધિ એવું એલાન કરી ને ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને તેઓ જે નર્મદા જિલ્લાની ધારીખેડા સુગર ફેકટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેનનો હોદ્દો સંભાળે છે તે બંને સંસ્થા માં થયેલા ભ્રષ્ટાચાર અંગે એક લેખિત આવેદન લઈને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા ને આપી જો ૩૦ દિવસમાં જવાબ નહિ મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી હતી. વિધાન સભાના આંઠ મહિના પછી અપક્ષ જૂથ સક્રિય બની મિટિંગ કરી આમ જિલ્લા ભાજપ પ્રમુખને ટાર્ગેટ કરતા ચેરમેન વિરુદ્ધ ભ્રસ્ટાચારના આક્ષેપો કેમ ? આવા અનેક પ્રશ્નો વચ્ચે કોઈ મોટી રાજકીય રમત નર્મદા જિલ્લામાં થઇ રહી હોય કોઈ મોટા ભાજપના નેતાઓ દાવ રમી રહ્યા હોય એવું હાલમાં જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે.
રાજપીપલા ગાંધી ચોકથી ૨૫૦ થી વધુ જન સમર્થન સાથે ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ ગુજરાત પ્રદેશ આદિજાતિ મોર્ચાના અધ્યક્ષ એવા હર્ષદભાઈ વસાવા એક રેલી સ્વરૂપે જિલ્લા સેવાસદન પર આવી ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ આવેદન આપ્યું જેમાં તેમણે જણાવ્યું હતું કે નર્મદા સુગર ફેકટરીના આદિવાસીઓના શેર મો માથા વગરના લોકો ને વેચી દીધા છે, કાર્યક્ષેત્ર ની બહારનું વાવેતર ચેરમેને તેમના મળતીયાઓનું લાવીને પીલાણ કરાવે છે, શેરડીનું કટિંગ સમયસર થતું નથી, સુગર માં તેમના મળતીયાઓને ઊંચી પોસ્ટ પર નોકરીઓ આપી દીધી છે, દુધધારા ડેરી ભરૂચમાં પાટિયા મંડળીઓ બનાવીને દૂધ વેચી મારે છે. અને બહારથી બનાવટી દૂધ લાવીને ભ્રષ્ટાચાર કર્યો છે. ઘનશ્યામ પટેલ કે જે નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ છે તેમને તેમના દીકરાને સુગર ફેકટરીમાં કોન્ટ્રાક્ટના કામો આપ્યા છે. જયારે હાલમાં ચાલી રહેલા મેરી માટી મેરા દેશ કાર્યક્રમ માં જે શિલાફલક બનાવવામાં આવ્યા છે. તે કામ પણ મનરેગા અંતર્ગત લઈને ભ્રષ્ટાચાર આદર્યા નો આક્ષેપ હર્ષદ વસાવા એ કર્યો છે. હાલ માં જ ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે મનરેગા માં ટેન્ડરો લીધા છે. જ્યારે દાહોદ થી એમના વેવાઇ ને બોલાવી ને પણ બીજા તાલુકાઓમાં ટેન્ડરો લઈ લીધા છે.આવા અનેક આક્ષેપો લગાવી જાહેરમાં જવાબો આપવાની ખુલ્લી ચીમકી આપી છે ત્યારે હવે આગામી દિવસો માં આ અપક્ષ જૂથ કેવા કાર્યક્રમો કરે છે તે જોવું રહ્યું.
એક સમયમાં આ લોકો જેલ ભેગા થતા પરંતુ ….
હર્ષદ વસાવાએ જણાવ્યું હતું કે એક સમયે તેઓને જેલ થવાની હતી પરંતુ સાંસદ મનસુખ ભાઈ સાથે દિલ્હી જઈ કેસ વાઇન્ડપ કરાવવાની વાત પણ તેઓએ કરી છે તેના કારણે જેલના સળિયા પાછળ જઈ શક્યા નહિ : હર્ષદ વસાવા









