BANASKANTHAGUJARATPALANPUR

આદશૅ વિધાસંકુલ ડીસામાં ઉ.માધ્યમિક વિભાગ ની વિદ્યાર્થી વાલી સંમેલન તથા નવીન કારોબારીની રચના કરાઈ

21 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ,ડીસા સંચાલિત આદર્શ વિદ્યાસંકુલમાં આજરોજ તારીખ 20 ઓગસ્ટ 23ને રવિવારના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓના વાલીઓની જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 780 વાલીઓએ હાજરી આપી હતી. વાલી મંડળની મિટિંગની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ આદર્શ વિદ્યાસંકુલના પ્રધાનાચાર્યશ્રી ચિરાગભાઈ પંચાલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. ચાલુ વર્ષની શાળાની સિદ્ધિઓની રજૂઆત શ્રી વિજયભાઈ પટેલે કરી. વાલી મંડળની મિટિંગમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે પધારેલા મુખ્ય વક્તાશ્રી લાલુભાઇ દેસાઈએ વાલીઓની ફરજો પ્રત્યે સુંદર માર્ગદર્શન આપ્યું. સંસ્કાર મંડળના મંત્રીશ્રી હિતેશભાઈ અવસ્થીએ પણ વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. વાલી મંડળની મિટિંગમાં સંસ્કાર મંડળના પૂર્વપ્રમુખશ્રી પ્રતાપભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા.વાલી મંડળ સમિતિના શ્રી વિજયભાઈ દરજીએ વાલી મંડળની રચના વિશે વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. અંતે વાલીમંડળની રચના કરવામાં આવી. જેમાંવાલીમંડળના પ્રમુખ તરીકે ભાઈઓ માંથી આશિષભાઈ જોશી તથા બહેનોમાં જ્યોતિબેન વારડે ઉપપ્રમુખ તરીકે ભાઈઓ માંથી મથુરભાઈ મકવાણા અને બહેનોમાં ભાર્ગવીબેન રાજગોર મંત્રી તરીકે વિકાસભાઈ માળી સહમંત્રી તરીકે સોમાભાઈ જોશી અને કોષાધ્યક્ષ તરીકેની શ્રી બચુભાઈ પ્રજાપતિની વરણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ શાળાના સુપરવાઇઝર શ્રી હરેશભાઈ પાવાયાએ કરી. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી પલ્લવીબેન પ્રજાપતિ અને શ્રી મહેન્દ્રભાઈ ચૌધરીએ કર્યું.આદર્શ ઉ.મા. શાળાના તમામ સ્ટાફે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button