GUJARATLUNAWADAMAHISAGAR

ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપીઓને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વિરપુર પોલીસ

આસીફ શેખ લુણાવાડા

ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપીઓને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વિરપુર પોલીસ

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક  આર.વી.અસારી સાહેબ નાઓ તથા મહિસાગર લુણાવાડા પોલીસ અધિક્ષક  જયદિપસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક  પી.એસ.વળવી સાહેબ નાઓએ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા સારૂ સુચના અને માર્ગદર્શન કરેલ.જે અનુસંધાને આજરોજ વિરપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર  એ.એમ.બારીઆ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની સ્વીફટ ગાડી નંબર.GJ-18-BC-5019 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી બે ઇસમો નીકળેલ છે અને કોયડમ તરફ જનાર છે.તે હકીકત આધારે ટીમ બનાવી આયોજનબંધ વોચ ગોઠવી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરફેરીમાં ઉપયોગમા લીધેલ મારુતિ સ્વીફ્ટ ગાડી સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર કરેલ. પકડાયેલ આરોપીઓના નામ:-(૧) મહેન્દ્રસિંહ ઉર્ફે મનીષ હજુરસિહ સોલંકી રહે ખાંડા તા.બાયડ જી.અરવલ્લી (૨) શૈલેષકુમાર ઉર્ફે અજય ભાથીસિંહ પરમાર રહ.અહમદપુરા તા.બાયડ જી.અરવલ્લી.પકડાયેલ મારૂતિ સ્વીફટ ગાડી નંબર GJ-18-BC-5019ની કિ.રુ.૨,૨૦,૦૦૦/- માંથી મળી આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલ નંગ.૧૯૭ કિ.રુ.૨૬,૫૩૦/નો પ્રોહી મુદ્દામાલ તથા ઓપો કંપનીનો મોબાઇલ કિ.રુ.૧૦,૦૦૦/- મળી કુલ કિંમત રુ.૨,૫૬,૫૩૦/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલ હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button