વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આમ જનતા સહિત આગેવાનોને રજુઆતનાં ઉડાવ જવાબો આપતા ડાંગ કૉંગ્રેસનાં આગેવાને ટી.ડી.ઓ વિરુદ્ધમાં વિકાસ કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરાઈ…
ડાંગ જિલ્લાનાં કૉંગ્રેસનાં આગેવાન મનીષભાઈ મારકણાએ વિકાસ કમિશ્નર ગાંધીનગર તથા ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરીયાદ કરી જણાવ્યુ છે કે આહવા તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ આધિકારી યજ્ઞેશભાઇ અડ જેઓ એક આધિકારી અને પબ્લિક સર્વન્ટ છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી યગ્નેશભાઈ અડ પોતે ભાન ભૂલી પોતાનું રાજ ચલાવે છે.અને પબ્લિકનું સાંભળવાનાં બદલે ઉડાવ જવાબો આપે છે.તથા ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા સ્થાનિક ચૂંટાયેલા અને નેતાઓ તથા એજન્સીઓનું સાંભળે છે.જયારે પબ્લિક દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવે ત્યારે તેઓની પોતાની ટકાવારી યાદ આવે છે.એટલે પબ્લિકને ગેરમાર્ગે દોરી ઉડાવ જવાબો આપી રહ્યા છે.જેથી આવા તુંડ મિજાજી અને તઘલખી વલણ ધરાવનાર આહવા તાલુકા વિકાસ આધિકારી પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી કરી છે.સાથે આ કૉંગ્રેસનાં આગેવાન દ્વારા આ અરજીને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.ત્યારે જોવુ એ રહ્યુ આ તુંડમિજાજી અને ઉડાવ જવાબ આપનાર તાલુકા વિકાસ અધિકારી સામે પગલા ભરવામાં આવશે કે પછી તેને છાવરવામાં આવશે તે સમય જ બતાવશે…









