
તા.૧૭.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
રતનમહાલ ના દુર્ગમ જંગલમાં પહોંચ્યું મિશન ઇન્દ્રધનુષ આદિવાસી બાળકોનું રસીકરણ
દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વસતા ગામોમાં પહોંચી આરોગ્ય વિભાગની ટીમો બાળકો અને સગર્ભા મહિલાઓનું કરી રહી છે રસીકરણ.
રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામો પીપરગોટા, ભૂવેરો અને અલિન્દ્રા ના કુલ ૩૩ બાળકોને રસી આપીને સુરક્ષિત કરાયા
ભારતનું ભવિષ્ય એવા બાળકોને આરોગ્યલક્ષી સુરક્ષા કવચ આપવામાં માટે શરૂ કરવામાં આવેલું મિશન ઇન્દ્રધનુષ રાજ્ય ના દુર્ગમ વિસ્તારોમાં પણ પહોંચ્યું છે , ખાસ કરીને જ્યાં મહામહેનતે પહોંચી શકાય એવા જંગલો માં વસતા આદિવાસી પરિવારોના ઘરે જઇને આરોગ્ય વિભાગની ટીમો બાળકોને વિવિધ પ્રકારની રસી આપી રહ્યા છે : આવો જ એક વિસ્તાર છે રતનમહાલ નું જંગલ : રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામોના કુલ ૩૩ બાળકો ને રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યા









