
અધિક શ્રાવણ માસના છેલ્લા દિવસ પવિત્ર બુધવારે અમાવસના દિવસે કાવી કંબોઈ સ્થિતિ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓનું માનવ મહેરામણ ઉમટ્યું
દર 18 વર્ષે આવતા અધિક શ્રાવણ માસ ના પવિત્ર મહિનામાં શિવજીની પૂજા અર્ચના કરવામાં વિશેષ મહત્વ છે જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે મહીસાગર નદી દરિયામાં મળે છે વેદકાળનું પ્રાચીન શિવલિંગ આવેલું છે સ્કંદપુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે કળિયુગમાં પણ અનેરૂ મહત્વ છે દક્ષિણ ગુજરાતનું મીની સોમનાથ તીર્થ તરીકે ઓળખાય છે
તેવા ગુપ્ત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે અધિક માસનો છેલ્લો દિવસ હોવાથી તેમજ બુધવારે અમાવસ્યા નો અનોખો સંયોગ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો
આ સ્થળે વિદ્વાન પંડિતો દ્વારા બુધવારી અમાવસના દિવસે જે વ્યક્તિને કાલસર્પ દોષ હોય તે અહીંયા વિશેષ પૂજા અર્ચના કરવા થી કાલસર્પ દોષ માંથી મુક્તિ મળે છે
અહીં પ્રસ્થાપિત કરેલ શિવલિંગ ઓટના સમય બાદ કરતાં દરિયાના પાણીમાં અદ્રશ્ય રહે છે ખુદ દરિયાદેવ અભિષેક કરવા આવે છે
આ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજ ના અથાગ પ્રયત્નોથી દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસિત પામ્યું છે
આ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે દર્શન કરવા આવતા ભક્તો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવે છે જંબુસર તેમજ આજુબાજુ ગામના લોકો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે
અધિક માસની સોમવતી અમાવસ્યાના લીધે આજે મોટી સંખ્યામાં સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મંદિરની યજ્ઞ શાળામાં એક મહિના સુધી યજમાનો દ્વારા વિશેષ હોમ હવન તેમજ પૂજા અર્ચના વ્રત કરીને કરવામાં આવશે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 











