DAHODGUJARAT

ગુજરાતમાં 337 તજજ્ઞો દ્વારા 35000 સ્ટુડન્ટસ ને સ્વદેશી વિજ્ઞાન તેમજ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

તા.૧૪.૦૮.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

,વિજ્ઞાન ગુર્જરી દ્વારા “સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2023” અંતર્ગત તા.10 ઓગસ્ટ 2023, એક જ દિવસમાં જુદા જુદા સમયે આખા ગુજરાતમાં 337 તજજ્ઞો દ્વારા 35000 સ્ટુડન્ટસ ને સ્વદેશી વિજ્ઞાન તેમજ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું .જે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માં રેકોર્ડ નોંધાયો છે જે અંતર્ગત જિલ્લા કોર્ડીનેટર કે ડી લીમ્બાચીયા અને ઝોન કોર્ડીનેટર ગોધરાના શ્રી પંકજભાઈ દરજી ને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે સર્ટિફિકેટ અને મેડલ આઇઆઇટી ગાંધીનગર ખાતે એનાયત કરવામાં આવ્યો ઉપરાંત મુખ્ય મંત્રી દ્વારા વિદ્યાર્થી વિજ્ઞાન મંથન નું બ્રોસર અને ભારતીય વિજ્ઞાન સંમેલન 2023નું પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવેલ. જિલ્લા ઇનોવેશન ક્લબ નું પણ પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું આ પ્રસંગે વિજ્ઞાન ભારતીના રાષ્ટ્રીય સચિવ શ્રીપ્રવીણજી ,
ગુજરાતપ્રાંત વિજ્ઞાન ગુર્જરી ના અધ્યક્ષ પ્રોફેસર ચૈતન્ય જોશી સાહેબ અને સહ સચિવ શ્રી જીગ્નેશ બોરીસાગર ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button