
જંબુસર નગરના આંગણે ટંકારી ભાગોળ મધર ધ પ્લે સ્કૂલ ખાતે યુસી માસ લાઈવ ડેમો થકી વાલી મિત્રોને જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો…
આજનો આધુનિક યુગ અને 21 મી સદી ઝડપી યુગ બન્યો છે. શિક્ષણનું મહત્વ વધ્યું છે. સરકાર દ્વારા પણ સૌ ભણે સૌ આગળ વધે તે હેતુથી શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવે છે. બાળકો વધુ સારો અને ઝડપી અભ્યાસમાં આગળ વધે, સ્પર્ધાત્મક પરીક્ષામાં બાળકો પીછેહટ ના કરે, તે માટે હાલના સમયમાં યુસી માસ અભ્યાસ થકી બાળકના મગજનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ થાય, બાળકોમાં એકાગ્રતા, ધ્યાનથી સાંભળવાની ક્ષમતા, યાદશક્તિમાં વધારો થાય, અને કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપી ગણતરી બાળકો કરી શકે તે માટે યુસી માસ એટલે શું, લાઈવ ડેમો, તથા આબાકસની વિસ્તૃત માહિતી વાલી મિત્રોને યુસી માસ ઇન્ડિયા હેડ ક્વાર્ટર્સ મેનેજર ઓપરેશન મેહુલ જોશી, તથા કોર્સ ઇન્સ્ટ્રક્ટર અપેક્ષા પટેલ દ્વારા આપવામાં આવી હતી. સરદાર પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં બાળકો વાલી મિત્રો હાજર રહ્યા હતા….
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 





