
તા.૧૨.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
દાહોદ 181 અભયમ ટીમ એ માનસિક ,શારીરિક અસ્વસ્થ્ય મહિલા નું કાઉન્સિલિંગ કરી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું.l
181 પર એક જાગૃત વ્યક્તિ નો ફોન આવેલ કે અહીં એક માનસિક શારીરિક અસ્વસ્થ્ય મહિલા મળી આવેલ છે.
181 અભયમ દાહોદ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી. મહિલા રોડ પર બેસેલી હતી. તેને લાગણીશીલ સ્વભાવથી વાતચીત કરવાનો પ્રયત્ન કરેલ મહિલા માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ દેખાતા. 181 અભયમના કાઉન્સિલર કોમલ પરમાર એ પોતાના પ્રયત્નોથી બીજી બધી તેની જિંદગી વિશેની વાતચીત કરવાનો પ્રયત્ન કરતા કાઉન્સિલિંગ કરેલ મહિલા એકદમ રડવા લાગી .ત્યારબાદ મહિલાએ વાતચીત કરી. મહિલા તે પોતે પોતાની જાતને સમજી શકે તેવી રીતે તેના પર પ્રાઉડ ફીલ થાય તેવા શબ્દોથી તેનું કાઉન્સિલિંગ કરેલ . મહિલાની જિંદગીમાં ચાલી રહેલ સમસ્યાને જાણવા નો પ્રયત્ન કરેલ. મહિલાને વાનમાં બેસાડી મહિલાએ જણાવેલ તેઓ ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ છે અને તેને ત્રણ બાળકો છે તેનો પતિ વ્યસન કરે છે. મહિલા ને તેનાં પતિ દ્વારા થતી શારીરિક હિંસા થી માનસીક સંતુલન ખોઈ બેસેલ છે.મહિલા નું કાઉન્સિલિંગ કરતા .મહિલાને વિશ્વાસ આવતા તેની બધી જ સમસ્યા જણાવી. મહિલાને 181 અભયમ ટીમ પોતાના પરિવારના છે તેવું સ્વાભાવિક અહેસાસ થતાં તેને જણાવ્યું. મારુ માનસિક શારીરિક સ્વાસ્થ સારું નથી રહેતું મહિલાને તેના પતિની માર જોડથી ડર લાગતો હોવાથી થોડાક મહિનાથી પિયરમાં ભાઈ ભાભી જોડે રહે છે મહિલાના પતિને પહેલી પત્ની છે અને મહિલા બીજા પત્ની છે તેના પતિ પર મહિલા પોલીસ સ્ટેશન દાહોદ ખાતે કેસ ચાલુ છે. મહિલા એ જણાવ્યું કે અચાનક મારુ માનસિક સંતુલન બગડી જાય છે તો હું ઘરેથી નીકળી આવું છું મને ખ્યાલ રહેતો નથી મહિલાને તેના પિયરમાં જવું હતું મહિલાને સલાહ સૂચના માર્ગદર્શન આપી પોતે હિંમત ના હારે પોલીસ અને 181 અભયમ તમારી સાથે જ છે અને થોડુંક માનસિક ,શારીરિક સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેની સારવાર કરાવવાની સલાહ તેના પિયર પક્ષને 181 અભયમ ટીમે આપેલ .મહિલાના કહેવાથી તેને તેના પિયરમાં ભાઈ ભાભી જોડે રિલેટિવમાં સોંપેલ. અને જણાવેલ ભવિષ્યમાં મહિલાના પતિને સમજાવવા માટે 181 ની જરૂર પડે તો કોલ કરી શકો છો. મહિલાના ભાઈ ભાભીએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ.









