
જામનગર મહિલાબેંક દ્વારા વક્તૃત્વ સ્પર્ધા

જામનગર(નયના દવે)
ધી જામનગર મહિલા સહકારી બેન્ક દ્વારા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ઓપન જામનગર વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલું છે.
આ સ્પર્ધા ના વિષયો આ મુજબ છે. (1) શહિદ ભગતસિંહ (2) સરદાર વલ્લભભાઇ પટેલ
ધોરણ-5 થી 12 માં અભ્યાસ કરતાં કોઈ પણ બાળક આ સ્પર્ધા માં ભાગ લઈ શકશે.
સ્પર્ધા માટેનું સ્થળ “ધી જામનગર મહિલા સહકારી બેંક લી.” માણેક સેંટર, પી. એન. માર્ગ. જામનગર
દરેક બાળક ને વક્તવ્ય આપવા માટે ત્રણ મિનિટ નો સમય આપવામાં આવશે.
સ્પર્ધા શરૂ થવાનો સમય સવારે 10.00 વાગ્યા નો રહેશે.
સ્પર્ધકે સ્પર્ધા શરૂ થયા ની 15 મિનિટ પહેલા પોતાનું રજીસ્ટ્રેશન સ્થળ પર જ કરાવવાનું રહેશે.
સ્પર્ધા માં પ્રથમ ત્રણ ક્રમે આવનાર બાળકો ને ઈનામ આપી સન્માનીત કરવામાં આવશે.
તમામ સ્પર્ધકો ને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે.
@____________
BGB
gov.accre.Journalist
jamnagar
- 8758659878









