

વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટર-જુનેદ પટેલ-ફતેપુરા
ફતેપુરા તાલુકામાં ૯-ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ફતેપુરા તાલુકા આદિવાસી પરિવાર દ્વારા સમગ્ર ફતેપુરા તાલુકામાં પરંપરાગત સાંસ્કૃતિક આદિવાસી વેશભૂષા સાથે રેલી યોજીને ઉત્સાહભેર અને ઉમંગ પૂર્વક શાંતિપૂર્ણ વાતાવરણમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. યોજાયેલ રેલીનું ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ રેલીમાં ઉપસ્થિત તમામ આદિવાસી ભાઈઓ માટે નાસ્તા અને પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને હિન્દૂ સમાજ દ્વારા ફટાકડા ફોડી રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ઉપસ્થિત તમામ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. નગરજનો દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરી માનવતા અને ભાઈચારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોમી એખલાસના દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જી.કે.ભરવાડ દ્વારા ચાંપતો પોલિસ બન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પી.એસ.આઈ. જી.કે. ભરવાડ દ્વારા દિવસભર સતત પેટ્રોલીંગમાં રહી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવી હતી. ફતેપુરા નગરમાં ઠેર ઠેર પોલીસનો ચાંપતો બન્દોબસ્ત જોવા મળ્યો હતો. સવારથીજ પોલીસના જવાનો ઠેર ઠેર ખડેપગે ફરજ પર હાજર રહ્યા હતા.









