
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ચીખલી તાલુકાના સિયાદા ગામ ખાતે રહેતા મહેશભાઇ શુક્કરભાઇ મિસળ ( કોટવાળીયા ) હાલ રહે.રૂમલા બરડીપાડા મુળ રહે.સિયાદા પટેલ ફળીયા તા.ચીખલી જી.નવસારીનો છોકરો નામે મેહુલ ઉર્ફે કાલી ચારેક વર્ષ પહેલાં બીલીમોરાના વાઘરેચમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરવા જતાં ત્યાંથી ગુમ થઈ ગયો હતો.જે બાળક રાજસ્થાન ઝાલાવાડ સંકલ્પ બાળગૃહ ખાતે આવેલ સંસ્થામાં હોય ત્યાંથી લેવા માટે માનવીય અભિગમ અપનાવી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે બાળકનો કબ્જો લેવા ખેરગામ પીએસઆઇને જવા તાત્કાલીક મંજુરી આપી બાળક મેહુલ ઉર્ફે કાલીનો કબ્જો સંસ્થામાંથી મેળવી ખેરગામ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.અને તેના પરિવારની પોલીસ જવાનોએ શોધખોળ કરી પિતા મહેશભાઇ શુક્કરભાઇ મિસળ તથા છોકરાના સબંધી દાદા ઉત્તમભાઇ નવસુભાઇ પવારનાઓને પોલીસ મથકે બોલાવી ખેરગામ પોલીસ ટીમ દ્વારા જરૂરી ખાત્રી તપાસ કરી તેનો કબ્જો તેના પિતા તથા દાદાને સોંપવામાં આવ્યો હતો.આ પુત્ર અને પરીવારનું ચારવર્ષ બાદ મિલન થતા ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે લાગણીભર્યા દ્રશ્યો સર્જાયાહતા.બાળકને નવુ જીવન અર્પણ કરી ખેરગામ પોલીસ ટીમ દ્વ્રારા ખરા અર્થમાં ગુજરાત પોલીસ પ્રજાની મિત્ર છે તે બાબત સાબિત કરી . “ સેવા- સુરક્ષા- શાંતિ ” ના સુત્રને સાર્થક કરી હતી.





