
સબ…
ચીખલી સાપુતારા માર્ગ ચાર લેન્ડ માર્ગ છે પણ બામણવેલ પાસે થી પસાર થતા ચિત્ર કંઇક અલગ જ.
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી
ચીખલી તાલુકા માં મોટા પાયા પર કવોરી ઉદ્યોગ વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યો છે. સાથે સાથે હાલ થોડા સમય થી રેતી ના પ્લાન્ટ પણ ચાલી રહ્યા છે.જ્યારે આ વિસ્તાર માં અનેક વિકાસ ના કામો ચાલુ હોય.જેને લઈને ડામર પ્લાન્ટ એ પણ માંઝા મૂકી છે.ત્યારે ચીખલી તાલુકા માથી પસાર થતાં હાઇવે નંબર ૪૮ ને જોડતો અને ચીખલી સાપુતારા માર્ગ પસાર થાય છે. આ માર્ગ ચાર લેન્ડ માર્ગ છે.જે સાપુતારા થી મહારાષ્ટ્ર ને જોડતો માર્ગ છે. જ્યારે આ માર્ગ પર બામણવેલ અને આજુ-બાજુ માં મોટા પાયા પર કવોરી ઉદ્યોગ વર્ષોથી ચાલી રહ્યો છે. જ્યારે આ માર્ગ પર થતાં પોલ્યુશન અને ધૂળ ઉડવાની બાબતે આ માર્ગ પર થી પસાર થતા વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન જોવા મળે છે.જ્યારે આ માર્ગ પર રોડ એન્ડ સેફ્ટી અંતર્ગત સમિક્ષા કરવામાં આવી હતી.તેમ છતાં હાલ માર્ગ પર ધૂળ અને રજકણો ના ગોટે ગોટા ઊડતાં જોવા મળે છે.જ્યારે અનેક વાર આ બાબત પ્રકાશિત કરવા છતાં પરિસ્થિતી યથાવત જોવા મળે છે.જ્યારે તંત્ર નું પેટ નું પાણી પણ હલતું નથી એમ પ્રતિત થાય છે. જ્યારે હાલ આ માર્ગ પર હાલ ચાર લેન્ડ માર્ગ હોવા છતા એક બાજુ નો આખો માર્ગ ધૂળ અને રજકણો ઉડતી હોવાનાં કારણ થી એક આખો માટી નો થર જામી ગયો જોવા મળે છે. ત્યારે હાલ આ બાબત રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ની નજર માં નથી આવતી. આ માર્ગ પર કરવામાં આવેલ સાઈટ બોડર પેન્ટ પણ નજર પડતું નથી જેને કારણ થી રાત્રી દરમિયાન વાહન વહેવાર દરમીયાન મુસીબત નો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આ માર્ગ આંતર રાજ્ય માર્ગ હોય અને હાઇવે નંબર ૪૮ થી મહારાષ્ટ્ર ને જોડતો હોય જ્યારે આ માર્ગ પર રાત્રી દરમિયાન પણ અનેક વાહનો પરિવહન કરે તો આ બાબત તંત્ર ને ધ્યાને નથી આવતી? જ્યારે હાલ થોડાં દિવસ માં ચોમાસું નજીક છે.ત્યારે આ માટી ના થર રોડ પર જામેલાં જોવા મળે છે તો વરસાદ થી માટી રોડ પર પ્રસરી જશે અને જેને લઇ ને કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? ત્યારે આવનાર દિવસોમાં તંત્ર કોઈ યોગ્ય પગલા લઈ આ પરિસ્થિતી કાબૂ માં લાવે તો ઘણું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આવનાર દિવસોમાં શું પગલાં લેવાશે એ જોવું રહ્યું.
બોક્સ:૧
રોડ પર માટી ના થર જામેલા જોવા મળે છે જયારે સાઈટ બોર્ડર પર રોડ પેન્ટ પણ જોવા નથી મળતો તો આ બાબત તંત્ર ની ધ્યાન માં નથી કે બીજું કંઇ?






