
૮-ઓગષ્ટ.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- નાયબ વન સંરક્ષકશ્રી,કચ્છ પશ્ચિમ વન વિભાગ,ભુજના માર્ગદર્શન હેઠળ દયાપર (દક્ષિણ) રેન્જના ગુગલીયાણા વન વિસ્તારમાં ગત રવિવારના રોજ જંગલ ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહારાવશ્રી લખપતજી કોલેજ દયાપર તથા મહાવિદ્યાલય અરાઈસ કલબ દયાપરના સહયોગથી ૮૪ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધી હતો.દયાપર દક્ષિણ રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી એ.જી.રબારી, વનપાલશ્રી જી.એલ.સોલંકી, વનરક્ષક સુ.શ્રી હર્ષાબેન દેરવાડીયા એ હાજરી આપીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વનરક્ષક શ્રી ડી.એન વાઘેલાએ વિદ્યાર્થીઓને કચ્છના જંગલમાં વસતા વિવિધ વન્યપ્રાણીઓ, પક્ષીઓ તેમજ ઉપલબ્ધ વનસ્પતિ વિશે માહિતી આપી તેમજ તેને ઓળખ અંગે વિગતવાર જાણકારી આપી હતી. તેઓએ જંગલ સંપદાના ગુજરાતી તથા સાઈન્ટીફીક નામની માહિતી આપીને ઓળખ કરાવી હતી. જંગલમાં વસવાટ કરતા વન્યપ્રાણીઓ તથા પક્ષીઓના રહેઠાણ વિશે વિદ્યાર્થીઓને અવગત કરાવ્યા હતા.










