CHIKHLIGUJARATNAVSARI

નવસારી જિલ્લામાં ફળાવ ઝાડ રોપા વિતરણમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને ફરી તપાસ?

અંબાલાલ પટેલ – ચીખલી

સમાચાર પત્રકો માં છપાયેલ અહેવાલ બાદ ડી.સેગ ગાંધીનગર દ્વારા વાંસદા પ્રાયોજનાને તપાસ સોંપવામાં આવી.

નવસારી જિલ્લા ના ગામડાઓ માં એજન્સી વિરુદ્ધ ફરિયાદો ઉઠતા ૨૦૨૨ માં તપાસ થઈ હોવા છતાં ૨૦૨૩ માં ફરી તપાસ સોંપવામાં આવી!

નવસારી જિલ્લામાં ખાસ કરી ને ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકામાં ફળાવ રોપા વિતરણ યોજનામાં ભ્રષ્ટાચારની અનેક લેખિત ફરિયાદો ઉઠવા પામી હતી. તેમજ વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પણ ફળાવ રોપામાં થયેલી ગેરરીતી બાબતે ઉચ્ચ સ્તરીય લેખિત ફરિયાદ કરી એ વાતો વહેતી થઈ હતી. જે બાબતને લઈ અલગ અલગ સમાચાર પત્રકો માં આ અહેવાલ છપાયેલ હતો. જ્યારે એક જાગૃત નાગરીક દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન દ્વારા પણ માહિતી મેળવી હતી. બાદ માં ગાંધીનગર ડી.સેગ દ્વારા એજન્સી વિરુદ્ધ વાંસદા પ્રાયોજનાને તપાસ સોંપવામાં આવી હતી જેની તપાસ હાલ વાંસદા પ્રાયોજના દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર શ્રી દ્વારા આદિવાસી વિસ્તારના ખેડૂતોને આજીવિકા મળી રહે એ હેતુ થી વાંસદા તાલુકામાં ફળાવ રોપા યોજના અંતર્ગત ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માં યોજના માટે અમલવારી કરવામાં આવી હતી જેમાં સ્થાનિક એજન્સીઓની બાદબાકી કરી થરાદ સ્થિત જનજાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ એજન્સીને દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા ડાંગ,નવસારી તેમજ વલસાડ ના લગભગ ૧૭૦૦૦ લાભાર્થીઓને આંબા કલમનું વિતરણ કરવા માટે આશરે ૭ કરોડ જેટલી માતબર રકમની કામગીરી ફાળવવામાં આવી હતી. જેમાં ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ ની કામગીરી નવસારીના વાંસદા,ખેરગામ અને ચીખલી તાલુકાના ગામોમાં ફળાવ રોપાનું વિતરણ ન કર્યું હોય ખેડૂત લાભાર્થીઓને લાભ ન મળ્યો હોય એવી અનેક ગામોના સરપંચો દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી તેમજ વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા અને અનેક લોકો ની લેખિત ફરિયાદ ને પગલે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર મારફતે તપાસ કરવામાં આવી હોય જેમાં એજન્સીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં એજન્સીને ડી.સેગ દ્વારા ૭૫% પેમેન્ટ કરવામાં આવ્યું હોય તેમજ નવસારી જિલ્લાના અલગ અલગ ગામોમાં એજન્સીનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં ડી.સેગ દ્વારા વલસાડ અને ડાંગમાં ચાલુ વર્ષમાં ૨૦૨૨-૨૩ માં બન્ને જિલ્લામાં પેમેન્ટ ચુકવવામાં આવ્યું હતું જોકે ૨૦૨૧માં એજન્સી વિરુદ્ધ તપાસ થઈ હોવા છતાં એજન્સી વિરુદ્ધ ૨૦૨૩ સુધી કોઈ પગલાં લેવામાં ન આવ્યા જે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. હાલ ૨૦૨૩ માં ફળાવ રોપા વિતરણમાં થયેલા ભ્રષ્ટાચારનો અહેવાલ અલગ અલગ સમાચાર પત્રકો માં પ્રસિદ્ધ થતા ડી.સેગ ગાંધીનગર દ્વારા હાલ ફરી એજન્સી વિરુદ્ધ તપાસ સોંપવામાં આવી જો ૨૦૨૧ માં એજન્સી વિરુદ્ધ તપાસ થઈ જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય અને વિતરણ થયું ન હોય એ પુરવાર થયું હોવા છતાં ૨૦૨૩ માં ફરી તપાસ સોંપી હોવાને લઈ અધિકારીઓ ટાઈમપાસ કરી રહ્યા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે જેને લઈ નવસારી જિલ્લાના લાભાર્થીઓ અને ફરીયાદીઓમાં રોષ જોવા મળી રહ્યો છે એક જ એજન્સીની બે વાર તપાસ એ સાબિત કરી રહ્યું છે કે એજન્સી પર કોઈ મોટા આશીર્વાદ હોય એવું નવસારી જિલ્લાના ફરીયાદીઓનું માનવું છે હાલ ફળાવ રોપાની તપાસ મંદગતિએ ચાલી રહી છે જેમાં આદિવાસી વિસ્તારના લાભાર્થીઓને ન્યાય મળશે કે તપાસમાં ભીનું શંકેલાશે કે કેમ એ આવનાર દિવસોમાં જોવું રહ્યું.

બોક્સ:૧
ફળાવ રોપા વિતરણની લેખિત ફરિયાદો ઉઠી બાદમાં ૨૦૨૧ માં તપાસ સોંપવામાં આવી તપાસમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છતાં એજન્સી વિરુદ્ધ પગલાં લેવામાં ન આવ્યા અને પેમેન્ટ ચુકવવામાં આવ્યું ૨૦૨૩ માં અહેવાલ પ્રસિદ્ધ થતા ૨૦૨૩માં ફરી તપાસ સોંપવામાં આવી જે ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે અગાઉ ના રિપોર્ટ અને અત્યારે ચાલુ તપાસ ના રિપોર્ટ માં શું સમાનતા જોવા મળશે? ત્યારે આ ભ્રષ્ટાચાર ના આરોપીઓ પર ક્યારે પગલાં લેવાશે?

બોક્સ:૨
વાંસદા ફળાવ રોપા બાબતની તપાસ વાંસદા પ્રાયોજનાને સોંપવામાં આવી છે જેની તપાસ વાંસદા પ્રાયોજના કરી રહ્યા છે -શ્રી સુપ્રીતસિંઘ ગુલાટી – મુખ્ય કારોબારી અધિકારી ડી.સેગ ગાંધીનગર

બોક્સ:૩
આ ફળાવ રોપા વિતરણ માં થયેલ ભષ્ટ્રાચાર ની નિષ્પક્ષ તપાસ માં શા માટે એટલો વિલંબ કરવામાં આવી રહ્યો છે? જ્યારે અગાઉ કરવામાં આવેલ તપાસ માં સ્પષ્ટ તરી આવે છે કે લાભાર્થીઓ ને યોજનાનો લાભ મળ્યો નથી. ત્યારે આ બાબત એ સરકાર નાં ઉચ્ચ અધિકારીઓ ની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી છે?

બોક્સ:૪
સ્વચ્છ છબી ધરાવતી ભાજપ સરકાર નાં રાજ માં અમૂક લે ભાગુ એજન્સી અને એમનાં મળતીયાઓ ના પાપે સરકાર ની કામગિરી પર સવાલ ઉદભવતા હોય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર ના બાહોશ હોદેદારો આ બાબત એ આદિવાસી પ્રજાને ન્યાય અપાવશે ખરાં?

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button