GUJARATNANDODNARMADA

રાજપીપળા નગરાલિકા વોર્ડ ૦૬ ની પેટા ચૂંટણીમાં ભાજપનાં પાર્થ જોષીનો ભવ્ય વિજય

રાજપીપળા નગરાલિકા વોર્ડ ૦૬ ની પેટા ચૂંટણીમાં ભાજપનાં પાર્થ જોષીનો ભવ્ય વિજય

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ નંબર છ માં એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ કોંગ્રેસ આપ તેમજ અપક્ષ આમ ચતુષ્કોણીય જંગ જામ્યો હતો પરંતુ ભાજપ નું ગઢ ગણાતા વોર્ડ ૦૬ માં ભાજપના ઉમેદવાર પાર્થ જોશીનો ૭૫૪ મતોથી ભવ્ય વિજય થયો છે જ્યારે કોંગ્રેસ અને આપના ઉમેદવારોને નજીવા મત મળતાં ડિપોઝિટ પણ ડૂલ થઈ છે

આંકડાકીય માહિતી જોઈએ તો બીજેપીના યુવા ઉમેદવાર પાર્થ શુભાષચંદ્ર જોશીને ૧૦૮૯ મતો મળ્યા હતા અને તેઓ ૭૫૪ મતોથી વિજેતા બન્યા હતા રાજપીપળા વોર્ડ નંબર ૦૬ ની પેટા ચૂંટણીમા કોંગ્રેસને ૯૪, ભાજપ ૧૦૮૯ આમઆદમી પાર્ટીને ૪૫ , અપક્ષ ૩૩૫, નાટો ૧૭ કુલ થયેલ મત દાન ૧૫૮૦ પરિણામ બાદ કોંગ્રેસ આપની ડિપોઝીટ ડૂલ થઈ છે

વિજયી સરઘસમાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, વિજેતા ઉમેદવાર ને અભિનંદન પાઠવ્યા હતા,તથા વિજેતા પાર્થ જોશી એ રાજપીપળા નગરપાલિકામાં વિકાસ ના કામો ને આગળ ધપાવવા આશાવાદ વ્યક્ત કર્યો હતો.ચૂંટણી અધિકારી સૈલેશ ગોક્લાનીએ મત ગણતરી શાંતિ રીતે પૂર્ણ થતાં સહુ નો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button