સાગબારાના સેલંબા ગામે દબાણ હટાવવા મુદ્દે મનસુખ વસાવા અને ચૈતર વસાના સામ સામે આક્ષેપ
મનસુખ વસાવાએ કહ્યું તંત્ર ચૈતર વસાવાના કહેવાથી લારી ગલ્લા હટાવે છે, તો ચૈતર વસાવાએ કહ્યું કોઈ ગરીબ મારો દુશ્મન નથી ચુટણી આવી એટલે મનસુખ વસાવા મારા નામનો ઉપયોગ કરી રજનીતી કરે છે.
મારી સુચનાથી અધિકારીઓ દબાણ હટાવે છે એવો મનસુખ વસાવા પાસે કોઈ પુરાવો હોય તો રજુ કરે: ધારાસભ્ય ચૈતર વસાવા
ચૈતર વસાવા આપણા દેશનાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તથા રાજ્ય સરકારની હંમેશા નિંદા કરે છે, એમની વાત માની લોકો સાથે અન્યાય થાય એ યોગ્ય નથી: ભાજપ સાંસદ મનસુખ વસાવા
આદીવાસી સમાજ સાથે અન્યાય થાય છે એટલે વિપક્ષમાં હોવાને લીધે હું રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પાસે જવાબ માંગુ છું હુ ક્યાં એમને અપશબ્દો બોલું છું: ધારાસભ્ય ચૈતર વસાવા
આ દબાણ હટાવવા મુદ્દે સ્થાનિક વેપારીઓ અને અઘિકારીઓની એક બેઠક બોલાવી સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ: ભાજપ સાંસદ મનસુખ વસાવા
હું સેલંબાના વેપારીઓ, અધિકારીઓ અને ગ્રામ પંચાયત સાથે મિટિંગ કરી આ બાબતનું યોગ્ય નિરાકરણ લાવીશ: ધારાસભ્ય ચૈતર વસાવા
રોડ મંજુર થયો એટલે દબાણ હટશે અને વિરોધ થશે એવુ મનસુખ વસાવાને ખબર છે, ચૂંટણી આવી એટલે મનસુખ વસાવા રાજનીતી કરવા મારા નામનો ઉપયોગ કરે છે: ધારાસભ્ય ચૈતર વસાવા
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા હાલમાં જ સાગબારા તાલુકાના ચિકાલીથી સેલંબા થઈને જાવલી સુધી નવો રોડ મંજુર કર્યો છે.જેને લઈને વહીવટીતંત્ર દ્વારા સર્વેની અને રોડ માપણીની કામગીરી ચાલું કરી દેવાઈ છે.હવે આ રોડ બને એટલે દબાણ તોડવા જ પડે એ સ્વાભાવિક છે.ત્યારે આ દબાણ હટાવવા મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામ સામે આવી જતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
આ દબાણ હટાવવા મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા કલેકટરને પત્ર લખી આક્ષેપ કર્યો છે કે લારી ગલ્લા દ્વારા પોતાની રોજી રોટી મેળવી રહેલા નાના નાના વેપારીઓને વહીવટીતંત્રના અધિકારીઓ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેહવાથી ડરાવી ધમકાવીને હટાવી રહ્યા છે. ચૈતર વસાવા આપણા દેશનાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તથા રાજ્ય સરકારની હંમેશા નિંદા કરે છે, એમની વાત માની લોકો સાથે અન્યાય થાય એ યોગ્ય નથી.આ દબાણ હટાવવા મુદ્દે સ્થાનિક વેપારીઓ અને અઘિકારીઓની એક બેઠક બોલાવી સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ.
જેની સામે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મારી સુચનાથી અધિકારીઓ દબાણ હટાવે છે એવો મનસુખ વસાવા પાસે કોઈ પુરાવો હોય તો રજુ કરે, નાનો અને ગરીબ વ્યક્તિ મારો અંગત દુશ્મન નથી.અધિકારીઓ નિયમ મુજબ હશે એ કરતા હશે, મારી સૂચનાથી દબાણ હટાવાય છે એવું નથી.રોડ મંજુર થયો એટલે દબાણ હટશે અને વિરોધ થશે એવુ મનસુખ વસાવાને ખબર છે.ચૂંટણી આવી એટલે મનસુખ વસાવા રાજનીતી કરવા મારા નામનો ઉપયોગ કરે છે.આદીવાસી સમાજ સાથે અન્યાય થાય છે એટલે વિપક્ષમાં હોવાને લીધે હું રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પાસે જવાબ માંગુ છું હુ ક્યાં એમને અપશબ્દો બોલું છું.જેવું ભાજપ કહે તેવું ભાજપના નેતાઓ બોલે છે એવો હું નથી જોકે ચૈતર વસાવાએ સેલંબાના વેપારીઓ સાથે મિટિંગ કરી સમગ્ર મામલે વિસ્તૃત ચર્ચા કરી હતી








