શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પવિત્ર અધિક શ્રાવણ માસમાં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને ફૂડ વિતરણ કરવામાં આવ્યું


3 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
હિન્દુ કેલેન્ડરમાં 11 દિવસ ઓછા હોય ત્યારે આ દિવસો પુરા કરવા માટે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે, જેને મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે 19 વર્ષ પછી શ્રાવણ અધિકમાસ આવેલ છે. તેથી આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવાનું મહત્વ વધી જાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર અધિકમાસ દરમિયાન ગ્રંથોનું પઠન ની સાથે ગરીબોને દાન-પુણ્ય કરવું ખૂબ અગત્યનું ગણાય છે.આવા શુભ આશય સાથે પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના બાળકોએ આજરોજ ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારોને ફ્રુટ વિતરણ કર્યું હતું.શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના તમામ બાળકોએ આજરોજ પોતાના ઘરેથી એક એક ફ્રુટ લાવવાની નેમ લીધી હતી. જેમાં કુલ 263 કિલો જેટલા વિવિધ પ્રકારના ફળો એકત્ર થયા હતા.આ શાળાના બાળકોએ પાલનપુરના રામલીલા મેદાન વિસ્તારની ઝૂંપડપટ્ટી, ડીસા હાઈવે વિસ્તારની ઝુપડપટ્ટી અને આબુ હાઇવે વિસ્તારની ઝૂંપડપટ્ટીઓમાં જઈ એ ગરીબ પરિવારોને પોતાના ઘરેથી લાવેલા ફ્રુટ નું વિતરણ કર્યું હતું. આ સમગ્ર કાર્યકમનું આયોજન શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના શાળા પંચાયતના પ્રતિનિધિ અને વર્ગ પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા, મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલની પ્રેરણાથી શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ અને ઉપાચાર્ય રવિન્દ્રભાઈ મેણાત દ્વારા કરવામાં આવ્યું હતું.









