CHIKHLIGUJARATNAVSARI

ચીખલી વિસ્તાર માંથી પસાર થતી નેરોગેજ રેલવે ટ્રેક ની બાજૂ માં આવેલ પથ્થરો ની ખાણ ની તપાસ જરૂરી!

અંબાલાલ પટેલ – ચીખલી

ચીખલી ના દેગામ અને રેઠવાણીયા હદ વિસ્તાર માં આવેલ પથ્થરો ની ખાણ કે જે રેલવે ટ્રેક થી નજીક હોય ત્યારે કોઈ મોટા સંકટ ની ભિતી સેવાઈ રહી છે.

નવસારી જીલ્લા ના ચીખલી તાલુકો ખૂબ મોટા પ્રમાણ માં ખનીજ ઉદ્યોગ માટે જાણીતો બન્યો છે. ત્યારે આ વિસ્તાર માં મોટાં પ્રમાણ માં પથ્થરો ની ખાણ અને કસર પ્લાન્ટો ધમધમે છે. ત્યારે ચીખલી વિસ્તાર ક્વોરી ઉદ્યોગ માટે દક્ષિણ ગુજરાત માં ખૂબ જાણીતો બન્યો હોય એમ કહેવું ખોટું નથી. ત્યારે આ વિસ્તાર માં આવેલ અમૂક પથ્થરો ની ખાણ જોખમી હાલત માં જોવા મળે છે. ત્યારે હાલ સેટેલાઈટ છબીઓ જોતાં બીલીમોરા-વઘઈ નેરોગેજ રેલ્વે ટ્રેક થી નજીક માં પણ અનેક મોટી પથ્થરો ની ખાણ જોવા મળે છે. જ્યારે હાલ પણ ત્યાં ખનન પ્રવૃત્તિ મોટા પ્રમાણ માં ચાલું હોય એ જોઈ શકાય છે. ત્યારે આ નેરોગેજ રેલવે ટ્રેક થી લગભગ ૫૦ થી ૧૦૦ મીટર પર જ આ પથ્થરો ની ખાણો જોવા મળે છે. ત્યારે સવાલ એ ઉદભવે છે કે રેલવે ટ્રેક થી ખૂબ નજીક હોવા છતાં તંત્રના બાહોશ અધિકારીઓને આ પથ્થરો ની ખાણો નજર માં નથી આવતી કે કેમ? જ્યારે આ ખાણો માં પથ્થરો ના ખનન સમયે બ્લાસ્ટિંગ પણ કરવામાં આવતું હોય છે. જેને લઈને રેલવે ટ્રેક થી ખૂબ નજીક હોવાથી આ ટ્રેક ને નુક્શાન થાય તો જવાબદાર કોણ? જ્યારે બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન હાલ કાર્યરત છે. જ્યારે આ ટ્રેન આ ટ્રેક પર થી પસાર થાય છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ત્યારે આ બાબત શું વહિવટી તંત્રના બાહોશ અધિકારીઓ ના ધ્યાન માં નથી આવતી કે કેમ? શું ખાણ ખનિજ વિભાગ આ પથ્થરો ની ખાણ નું વખતો વખત તપાસ નથી કરતી? જ્યારે આ વિસ્તાર નો સેટેલાઈટ છબીઓ જોતાં સમગ્ર વિસ્તાર માં આવેલ રેલવે ટ્રેક ની બાજૂ ની પથ્થરો ની ખાણ જોતા સમગ્ર ચિત્ર સામે આવે છે. ત્યારે આ પથ્થરો ની ખાણો ની તપાસ વહિવટી તંત્રના બાહોશ અધિકારીઓ કરશે કે કેમ? જ્યારે ઘણી ખરી પથ્થરો ની ખાણ ની આજુ બાજુ કોઈ પણ જાત ની તાર ફેન્સીંગ કે પછી બીજું કોઈ કોર્ડન કરેલી જોવા મળતી નથી. ત્યારે સવાલ એ ઉદભવે છે કે કોઈ પશુ કે બીજી કોઈ જાન હાની થાય તો જવાબદાર કોણ? ત્યારે તંત્રના ના બાહોશ અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરેશ કે કેમ? ત્યારે આવનારાં દિવસોમાં જોવું એ રહ્યું કે વહિવટી તંત્ર શું પગલાં લેશે.

બોક્સ:૧
ચીખલી વિસ્તાર માંથી પસાર થતી નેરોગેજ રેલવે ના ટ્રેક થી નજીક માં આવેલ પથ્થરો ની ખાણ બાબત ની વધુ માહિતી મેળવવા ખાણ ખનીજ વિભાગ ને ટેલીફોનીક સંપર્ક કરતાં ટેલિફોન બંધ હાલત માં હોવાનું જાણવાં મળ્યું હતું. જ્યારે જાહેર કરેલ ફોન નંબર પર કોઈ જવાબ મળેલ ના હતો.

બોક્સ:૨
ચીખલી નેરોગેજ રેલવે ટ્રેક થી નજીક માં આવેલ આ પથ્થરો ની ખાણ ની કોઈ ચોક્કસ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે.જ્યારે જેતે સમયે આ પથ્થરો ની ખાણ ની લીધેલ લીઝ ની પરમિશ ની પણ તપાસ જરૂરી જણાય રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button