આસીફ શેખ લુણાવાડા
આગામી ૧ થી ૭ ઓગસ્ટ દરમ્યાન મહીસાગર જીલ્લામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન
મહિલા અને બાળ વિકાસ દ્રારા રાજયની મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે રાજય સરકાર દ્રારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો,જેવા કે સુરક્ષા,સ્વાવલંબન,કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષ્મ થાય તે હેતુસર તા.૧ થી ૭ ઓગસ્ટ દરમ્યાન રાજયભરની સાથે મહીસાગર જીલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
જીલ્લામાં મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી,જીલ્લા વહીવટતંત્ર,કલેકટર કચેરી મહીસાગર દ્રારા આગમી તા.૦૧/૦૮/૨૦૨૩ના મહિલા સુરક્ષા દિવસ,તા.૦૨/૦૮/૨૦૨૩ના રોજ બેટી બચાવો બેટી પઢાવો,તા.૦૩/૦૮/૨૦૨૩ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ,તા.0૪/૦૮/૨૦૨૩ના રોજ મહિલા નેતૃત્વ દિવસ,તા.૦૫/૦૮/૨૦૨૩ન રોજ મહિલા કર્મયોગી દિવસ,તા.૦૬/૦૮/૨૦૨૩ના રોજ મહિલા કલ્યાણ દિવસ અને તા.૦૭/૦૮/૨૦૨૩ના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી વિવિધ સ્થળોએ કરવામાં આવશે.









