
અંબાલાલ પટેલ – ચીખલી
ચીખલી સાપુતારા મુખ્ય માર્ગ પર રોગ સાઈટ પર પરીવહન કરતી ટ્રકો ટ્રાફિક વિભાગ ના ધ્યાન પર ક્યારે આવશે?
પથ્થરો ની ખાણ માંથી પથ્થર લઈ ને કસર પ્લાન્ટ માં લાવતી વખતે નીકળતી રોયલ્ટી અને વજન પાસ ની તપાસ જરૂરી!
ચીખલી વિસ્તાર માં હાલ મોટા પ્રમાણ માં કવોરી ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે.ત્યારે આ વિસ્તારો માં ઓવરલોડ ટ્રકો મોટા પ્રમાણ માં હાલ ચાલી રહી હોય એમ પ્રતિત થઈ રહ્યું છે.જ્યારે ચીખલી ના બામણવેલ અને આજુ-બાજુના વિસ્તારો માં છેલા ઘણા વર્ષો થી આ ઉદ્યોગ મોટા પ્રમાણ માં ધમ ધમી રહ્યો છે. ત્યારે હાલ ઓવરલોડ પથ્થરો ભરી ને ટ્રકો ચીખલી-સાપુતારા મુખ્ય માર્ગ પર થી પસાર થતી જોવા મળે છે.જેને લઈને મુખ્ય માર્ગ પર ધૂળ અને રજકણો મોટા પ્રમાણ માં ઊડતા નજર પડે છે. આ ઓવરલોડ ટ્રકો ના કારણ થી મુખ્ય માર્ગ બિસ્માર થયો હોય એમ પ્રતિત થઈ રહ્યું છે. ત્યારે આ વિસ્તારો માં ચાલતી ટ્રકો પથ્થરો ની ખાણ માંથી પથ્થર લઈને નીકળતી હોય છે. આ પથ્થરો ચીખલી સાપુતારા મુખ્ય માર્ગ પર આવેલ કસર પ્લાન્ટ માં લઈ જવાઈ છે. ત્યારે આ ટ્રકો ની રોયલ્ટી પાસ અને વજન પાસ ની તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણ માં ચાલતા ઓવરલોડ કૌભાંડ બહાર આવે એમ છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ અને આર.ટી.ઓ વિભાગ નિષ્પક્ષ તપાસ હાથ ધરે તો સમગ્ર બાબત બહાર આવે એમ છે. ત્યારે તંત્ર ના બાહોશ અધિકારીઓ કોઈ ચોક્કસ પગલાં લેવાશે કે કેમ?
બોક્સ:૧
ચીખલી વિસ્તાર માં આવેલ પથ્થરો ની ખાણ માંથી પથ્થર લઈ ને નીકળતી ટ્રકો ના રોયલ્ટી પાસ માં દર્શાવેલ વજન થી વધુ મટીરીયલ લઈ ને ટ્રકો પરીવહન કરતી જોવા મળી છે.ત્યારે સવાલ એ ઉદભવે છે કે શું રોયલ્ટી ની ચોરી થઈ રહી છે?
બોક્સ:૨
ચીખલી વિસ્તાર માં ચાલતી આ ટ્રકો પર શું આર.ટી.ઓ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ ના છૂપા આશીર્વાદ હોય શકે ખરાં? આર.ટી.ઓ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ આ બાબત એ નિષ્પક્ષ તપાસ ક્યારે કરશે?









