
અને અંતે પૂર્વ ધારાસભ્ય ની થઈ જીત..
રાજુલા વિસ્તાર ના કિસાનો નો પાક વિમો ન મળતાં પૂર્વ ધારા સભ્ય અંબરીશ ડેર ની આગેવાનીમાં કેસ દાખલ કરવામાં આવ્યો .
જેમાં હાઇકોર્ટ દ્વારા ૨૦૧૯ નો પાક વીમો ચુવવા આદેશ થતા કિસ નો ના ખાતા માં પાક વીમા ની રકમ જમા થવા ની શરૂ થતાં કિસાન કોંગ્રેસ અને કિસાનો માં આનંદ ની લાગણી વ્યાપી ગયેલ છે.
૨૦૧૯ નો પાક વીમો સરકાર અને વીમા કંપની ની મીલીભગત ના કારણે ચુવવવા માં આવેલ નહિ.
તેની સામે કિસાન કોંગ્રેસ ના પાલભાઈ આંબલીયા અને તે સમય ના રાજુલા ના ધારા સભ્ય અને હાલ ના પૂર્વ ધારા સભ્ય અંબરીશભાઈ ડેર અને કિસાનો સાથે ખૂબ મોટું આંદોલન કરેલ જેમાં વિમાં ની રકમ ખેડૂતો ને મળી રહે એ માટે “ટાઢો રોટલો અને ડુંગળી” ખાઈ ને ખેડૂતો વચ્ચે હુંકાર કર્યો ત્યાર બાદ વિધાનસભા ના ફ્લોર ઉપર ગર્જના કરી અને છેલ્લે ન્યાય માટે કોર્ટ ના દ્વાર ખટખટાવીયા ત્યારે સફળતા મળી. ખાટી ખાશ અને ટાઢો રોટલો અને ડુંગળી જાહેરમાં માર્કેટિંગ યાર્ડ માં ખાઈ ને રેલી કાઢીને આવેદન પાત્રો પણ પાઠવેલ આ આંદોલન કિસાન કોંગ્રેસ ના પાલ ભાઈ આંબલીયા અને ધારા સભ્ય અંબરીશ ડેર દ્વારા ખૂબ મહેનત કરવા માં આવેલ પરંતુ સરકારે મચક ન આપતા આખરે હાઇકોર્ટ માં કેસ દાખલ કરવા નો નિર્ણય કરવામાં આવેલ જેમાં હાઈ કોર્ટ દ્વારા વિમાની રકમ ચૂકવવા નો હુકમ કરેલ હોઈ જેથી વિમાની રકમ ખેડૂતો ના ખાતામાં જમા થવાની શરૂ થતાં ખેડતો ને આખરે હાઇકોર્ટ દ્વારા ન્યાય મળેલ છે. જેને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વધાવેલ છે અને કિસાન કોંગ્રેસ ના આગેવાનો ને અભિનદન આપેલ. આમ બંધારણ સર્વોપરી સાબિત થયેલ છે.અને ખેડૂતો ને ૨૦૧૯ નો પાક વીમો મળી જશે જેનો આનંદ વ્યક્ત ધારા સભ્ય અંબરીશ ડેર વ્યક્ત કરેલ છે.









