BHUJKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના વિવિધ પ્રશ્નો સંદર્ભે સંસદ સંપર્ક અભિયાનની શરૂઆત.

25-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી.-કચ્છ.

ભુજ કચ્છ :- અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત દેશના લોકસભા અને રાજ્યસભાના સંસદ સભ્યશ્રીઓની સંસદના ચોમાસું સત્ર દરમિયાન સંપર્ક કરી સમગ્ર દેશના પ્રાથમિક થી લઈને કોલેજ સુધી ના શિક્ષકો ની માટે (1) જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.

(2) શિક્ષણ સાથે જોડાયેલા તમામ ને BLO ની કામગીરી માંથી મુક્ત કરવામાં આવે.

(3) શિક્ષક ને વધુ માં વધુ સમય વર્ગખંડના શિક્ષણ માટે મળે તેવું આયોજન કરવામાં આવે.આ ત્રણેય મુખ્ય માંગ સાથે દરેક સંસદ સભ્યશ્રીઓની દીલ્હી ખાતે રૂબરૂ મુલાકાત લઈ વિગતે ચર્ચા કરી સાથે સાથે સંગઠન દ્વારા કરવામાં આવતા વર્ષ દરમિયાન રચનાત્મક કાર્યોની અને માંગણી માટે ના ઉપરોક્ત ત્રણેય મુખ્ય મૂદ્દાઓની ફાઈલ આપવામાં આવે છે. આ સંપર્ક અભિયાન અંતર્ગત શૈશિક મહાસંઘ ગુજરાત પ્રાંતની ટીમ દ્વારા તારીખ 23/7/23 ના રોજ આણંદના સંસદ સભ્ય શ્રી મિતેષભાઈ પટેલની મુલાકાત કરવામા આવી. આ મુલાકાતમાં શ્રી ભીખાભાઈ પટેલ પ્રાંત અધ્યક્ષ, અનિરુદ્ધ સિંહ સોલંકી મહામંત્રી, શ્રી રમેશભાઈ ચૌધરી કોષાધ્યક્ષ, શ્રી ભારતસિંહ સોલંકી મંત્રી, પ્રાંત મંત્રી શ્રી તરુણભાઇ વ્યાસ, શ્રી મૂળજીભાઈ – અધ્યક્ષ સરકારી માધ્યમિક સંવર્ગનાઓએ મુલાકાત લઈ દોઢ કલાક સુધી ચાલેલી મુલાકાત માં સંગઠન અને માંગણીઓ વિશે વિગતે ચર્ચા કરી હતી. પ્રાંત ટીમ દ્વારા સંસદમાં પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરી હતી. આ સંપર્ક અભિયાન તારીખ 23/7/23 થી 27/7/23 સુધી ચાલશે. આ સંસદ સંપર્ક અભિયાનને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના તમામ સંવર્ગો દ્વારા આવકાર સહ સમથૅન આપવામાં આવે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button