
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સમગ્ર ગુજરાતમાં આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે,જેમાં નવસારી જિલ્લાનું પરિણામ 64.75 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 162 વિધાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 999 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડમાં બાજી મારી છે. જ્યારે ગયા વર્ષ કરતા આ વર્ષે આ વર્ષે 1.94 ટકા પરિણામ ઓછું આવ્યો છે. જ્યારે જિલ્લાની 3 શાળાઓનું 100 ટકા પરિણામ, જ્યારે 3 શાળાનુ 10 ટકા ઓછું પરિણામ આવ્યુ છે. જિલ્લના 26 કેન્દ્રોમાં સૌથી વધુ પરિણામ નવસારી કેન્દ્રનું 81.96 ટકા, જ્યારે ખડસુપા કેન્દ્રનું 34.77 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ જાહેર થયું છે.જિલ્લાના કુલ 16132 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 162 A-1 અને 999A-2, ગ્રેડ મેળવતાં જિલ્લાનો પરિણામ 64.75 જાહેર થયું છે.
[wptube id="1252022"]





