રાજુલા ગાયત્રી મંદિર ખાતે આત્મ નિર્ભર કૃષિ દક્ષ મહિલા કિસાન કૃષિ સખી ને પશુ સખી મહિલા તાલીમ નું આયોજન કરવામાં આવેલ

યોગેશ કાનાબાર ..રાજુલા અમરેલી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એન.આર એમ એલ સૌજન્ય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી મારફત તાલુકા પંચાયત રાજુલા ગાયત્રી મંદિર ખાતે આત્મ નિર્ભર કૃષિ દક્ષ મહિલા કિસાન કૃષિ સખી ને પશુ સખી મહિલા તાલીમ નું આયોજન કરવામાં આવેલ
આજ રોજ તારીખ 25/7/23 ને મંગળવારે કેશ ક્રેડિટ કેમ્પ યોજવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક અમરેલી તરફ થી નિશાંત સર અમરેલી જિલ્લા મધ્યસ્થ બેન્ક તરફ થી તજજ્ઞ શ્રીએ ઉપસ્થિત રહી જન ધન યોજના અંતર્ગત મફત ખાતા ખોલી આપવામાં આવ્યા તેમજ તે અંગે માહિતગાર કર્યા રોજગાર લક્ષી વ્યવસાય શરૂ કરવા લોન માટે નો ચેક અર્પણ કર્યા
ગ્રામીણ સ્વ રોજગાર તાલીમ સંસ્થા તરફ થી ફિરોજ ભાઈ નકવી RSEIT રોજગાર લક્ષી માહિતી આપેલ સાથે જ લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા
આત્મા પ્રોજેકટ અમરેલી થી શ્રી દિનેશભાઇ સાવલિયા એ કૃષિ લક્ષી તાલીમ આપેલ આ સાથે રાજ્ય કક્ષાએ થી ગૌતમસર તેમજ હિરેનભાઇ ડેર ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ વધુ મા આજ રોજ પુરુષોત્તમ માસ ની ગોપી મંડળ ની બહેનો પણ તાલીમ નો લાભ લીધેલ આ તકે મિશન મંગલમ ના તમામ કર્મચારી શ્રી માધવીબેન ટી.એલ.એમ હર્ષાબેન ખોજીજી એમ આઈ. એસ અને માલતીબેન તથા અંકિતાબેન સી.સી એ ખૂબ જ સુચારુ આયોજન કરી બહોળી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તાર બહેનો ને તાલીમ માં ભાગ લેવા પ્રોત્સાહિત કરી પ્રેરણા આપેલ આ સાથે ભોજન નું પણ આયોજન કરવામાં આવેલ તેમજ તાલીમાર્થી બહેનો ને આવવા જવા નો ખર્ચ પણ વિભાગ દ્વારા આપવામાં આવેલ









