અમદાવાદ શહેરની ગુજરાત કોમર્સ કોલેજ ખાતે ૧૫૦ વિધ્યાર્થીનીઓને આપવામાં આવી સેલ્ફ ડીફેન્સ તાલીમ.

સેલ્ફ ડિફેન્સ અંગેના કાર્યક્રમ શાળા-કોલેજ ખાતે કરી તેમજ સી-ટીમની કાર્યપ્રણાલીથી વિધ્યાર્થીનીઓને વધુ અવગત કરવા માટેની આઇસી મહે. પોલીસ ક્રમિક્ષર પ્રેમવિરસિંહ સાહેબશ્રી નાઓની સુચના અન્વયે એલીસબ્રીજ પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદની ગુજરાત કોમર્સ કોલેજ ખાતે વિધ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડીફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપમાં નાયબ પોલીસ કમિશ્નર ઝોન-7 બી.યુ.જાડેજા સાહેબશ્રી તથા મદદનિશ પોલીસ કમિશ્નરશ્રી એમ ડીવીઝન એસ.ડી.પટેલ સાહેબ નાઓ ઉપસ્થિત રહેલ હતા અને વિધ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન પૂરૂ પડેલ હતુ.
ગુજરાત કોમર્સ કોલેજ ખાતે ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ ડીફેન્સ નિષ્ણાંત અમનદીપસિંઘ દ્વારા મહિલા સ્વરક્ષણ અને સલામતી તાલીમ અંગેના વર્કશોપમાં ૧૫૦થી વધુ વિધ્યાર્થીનીઓ અને શિક્ષકોને તાલીમ આપવામાં આવેલ.
આ તાલીમ સેમિનારમાં શ્રી અમનદીપસિંઘ અને તેમની ટીમે મહિલાઓને શિખવ્યુ કે જ્યારે તેઓ ઘરેલુહિંસા,જાતિયસતામણી,ઇવ-ટીઝિંગ,અપહરણ,ચેન-સ્નેચિંગ વગેરે જેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવુ તેમજ શરિરના ૧૦ સંવેદનશિલ ભાગો અંગે પણ શિખવવામાં આવેલ હતુ જ્યાં તેઓ હુમલો કરી શકે છે અને બચાવમાં સફળતા મેળવી શકે છે.
આ કાર્યક્રમના આયોજન કોલેજના આચાર્યશ્રી,એલીસબ્રીજ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી બી.જી.ચેતરીયા તથા સી-ટીમના ઇન્ચાર્જ અ.હે.કો હિમાંશુ શશિવદન તથા સભ્યો વુ.પો.કો વૈશાલીબેન જેશિંગભાઇ,સુનિતાકુમારી બચુભાઇ,નયનાબેન કાળુભાઇ,વુ.લો.ર અશ્મિતાબેન કરશનભાઇ વગેરેનાઓએ આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો.










