તા.૨૩/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો(વિધવા બહેનો) સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તથા સમાજમાં પુન:સ્થાપિત થઈ શકે તેવા હેતુથી સરકારશ્રી દ્વારા ગંગા સ્વરૂપા યોજના કાર્યરત છે, જેમાં ૧૮ વર્ષથી વધુ વયની ગંગા સ્વરૂપા બહેનોને યોજનાનો લાભ અરજી કર્યા તારીખથી પુન:લગ્ન કરે ત્યાં સુધી અથવા આજીવન માસિક સહાય રૂ।.૧૨૫૦/- મળવાપાત્ર છે.
રાજકોટ જિલ્લામા ગંગા સ્વરૂપા બહેનોની આર્થિક સહાય યોજના અંતર્ગતના તમામ લાભાર્થીઓની ખરાઈ કરવામાં આવેલ છે. જે મુજબ જુલાઈ ૨૦૨૩મા જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ના કુલ ૫૮,૪૦૨ લાભાર્થીઓને રૂ. ૭,૩૯,૦૦,૦૦૦/- ચૂકવવામાં આવ્યા છે તેમ મહિલા અને બાળ અધિકારી રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
[wptube id="1252022"]








