BANASKANTHA

સમતા વિદ્યાવિહાર બાલમંદિર પાલનપુરના બાળકો દ્વારા વરસાદી ભીની માટીમાંથી અંકોનું સર્જન કરવામાં આવ્યું

17 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર બાલમંદિરના નાના ભુલકાઓએ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન મકવાણા,બાલમંદિરના શિક્ષક શ્રીમતી સુનિતાબેન અને સહાયક વિમળાબેનના માર્ગદર્શન હેઠળ વરસાદી ભીની માટીમાંથી અંકોનું સર્જન કર્યું અને રમત સાથે બાળકોએ અંક જ્ઞાન પ્રાપ્ત કર્યું બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે.સી.ઈલાસરીયા સાહેબે પ્રાથમિક શાળાના બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોની આ પ્રવૃત્તિને બિરદાવવામાં આવી અને આ પ્રવૃત્તિમાં ભાગ લેનાર નાના બાળકોને પ્રોત્સાહિત કર્યા.

[wptube id="1252022"]
Back to top button