
15 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
દેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશ્વરી સમાજની 150 થી વધારે બહેનોને સીપીઆરની તાલીમ આપવામાં આવી.પાલનપુરમાં આવેલ મહેશ્વરી હોલ ખાતે મહેશ્વરી સમાજની બહેનોને દેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા cpr ની તાલીમ આપવામાં આવી હતી મહેશ્વરી સમાજ ની બહેનો દ્વારા એક ગ્રુપ ચલાવવામાં આવે છે તેના પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન પ્રવીણભાઈ મહેશ્વરી અને તેઓ સમાજ અને સમાજની બહેનો માટે સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા કામગીરી કરવામાં માગતા હોય તેમને સમાજની બહેનોને જ્યારે ઘર પરિવારમાં કોઈને હાર્ટ એટેક આવે તો કેવી રીતે તાત્કાલિક સારવાર આપી શકાય અને કેવી રીતે ધ્યાન બચાવી શકાય અને કેવી રીતે જાણી શકાય કે તેમને એટેક આવ્યો છે તેની વિસ્તૃત માહિતી માટે બનાસકાંઠામાં સેવાકીય કામ કરતા દેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ નો મોબાઇલ નંબર 99 98 57 9515 પર સંપર્ક કરી સીપીઆરની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું અને પ્રવીણભાઈ દ્વારા હાર્ટ એટેક આવે ત્યારે કેવી રીતે જાણી શકાય કે હાર્ટ અટેક છે કે બેહોશ અવસ્થા છે અને કેવી રીતે સીપીઆર આપવું તેની વિસ્તૃત માહિતી સાથે પ્રેક્ટીકલ કરી સમજાવવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ લીધા બાદ મહેશ્વરી સમાજની બહેનો અને પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન પ્રવીણભાઈ મહેશ્વરી અને તેમની મહિલા ટીમ દેવ ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર માન્યો હતો અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી