બનાસકાંઠાના વાવ તાલુકાના ગોલગામ ગામે વરસાદી પાણી ભરાતાં દલિત પરિવારને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો

વાત્સલ્યમ્ સમાચાર
તા 10 07 2023 સોમવાર
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
બનાસકાંઠાના વાવ તાલુકાના ગોલગામ ગામે વરસાદી પાણી ભરાતાં દલિત પરિવારને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો
વાવ ના ગોલગામ ગામે વરસાદી પાણી નો ભરાવો થતાં ગામ લોકો ની મુશ્કેલી વધી આગળ ના ગામોમાંથી વહેતા પાણી ગોલગામ ગામે દલિત સમાજ એક કુટુંબ પશુ પાલન સાથે સમસાન ભુમીનો આસરો લેવાની નોબત આવી હતી જેમાં તંત્ર દ્વારા કોઈ મદદ ના મળતાં લોકો ભગવાન ભરોસે જો જુનું પાણીનુ વહેણ ખોલવામાં આવે તો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે જો ગોલગામ બુકણા રોડ ઉપર આવેલ નાળા ની આજુબાજુ સફાઈ કરી બંધા ખોલવામાં આવે તો પ્રશ્ન હલ થઈ શકે છે ત્યારે આવા વાવ તાલુકાના અનેક ગામો છે જ્યાં ગામો બધા રણમાં ભળી શકે છે કારણકે નજીક રણ આવેલું ત્યારે આ કાંઠા વિસ્તારના ગામોમાં પાણીનો ભરાવો થઈ સંગ્રહ થાય એટલે ખાર ઉત્પન્ન થાય છે જેમાં જમીન ખાર વાળી થતી જાય છે ત્યારે અનેક ખેડૂતો ને વાવવા લાયક જમીન રહી નથી જેથી હજારો એકર જમીન ખાર વાળી થતી જાય છે ત્યારે ખેડૂતો ને વાવવા લાયક જમીન રહેશે કે કેમ તે પણ એક સળગતો પ્રશ્ન છે ત્યારે તંત્ર અને સરકાર આ બાબતે કાંક વિચારી ખેડૂતો માટે જમીન ખેડવા લાયક રહે તેવો પ્રયાસ કરે એવી ખેડૂતો ની માંગ છે