BANASKANTHATHARAD

થરાદના મોટીપાવડ ગામે આંગણવાડી માં વાનગી સ્પર્ધા યોજાઈ

 

10 જુલાઈto

શ્રી અન્ન ( મિલેટ્સ ) ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માનનીય વડાપ્રધાન શ્રી ના હિમાયતી પગલે વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે આ બાબત ને ધ્યાને લઇ માનનીય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ના માર્ગદર્શન હેઠળ આઇ સી ડી એસ ઘટક થરાદ 1 ના મોટીપાવડ સેજો અને થરાદ સેજા ના મળી ને કુલ 50 આંગણવાડી વર્કર બહેનો વચ્ચે મીલેટ્સ માંથી બનતી વાનગી ની સ્પર્ધા થરાદ આઇ સી ડી એસ ના હોલમાં યોજવામાં આવેલ હતી આ કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન થરાદ ના સી ડી પી ઓ શ્રી કાશ્મીરા બેન ઠાકર ની સૂચના પ્રમાણે કરવામાં આવ્યું.આ અન્વયે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ ઉષાબેન વાય ગજ્જર,જિલ્લા NNM ડી સી શ્રીમાન હરિઓમ ભાઈ,તેમજ સી ડી પી ઓ શ્રીમતિ કાશ્મીરાબેન ઠાકર અને સેજા ના સુપરવાઈજર અરૂણાબેન ,અલ્પાબેન અને NNM સ્ટાફ ,PSEસ્ટાફ હાજર રહ્યા હતા અને આ સંદર્ભે પ્રોગ્રામ ઓફિસર શ્રીએ અને સિ ડી પી ઓ શ્રી એ મિલેટ માંથી બનતી વાનગી ના ફાયદા અને તેનાઉપયોગ ની માહિતી આપીહતી અને અધિકારીશ્રીઓ દ્વારા સૌથી સારી વાનગી બનાવેલ હતી તે વર્કર બહેનોને પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ.અને મીલેટ નું મહત્વ લાભાર્થી સુધી પહોંચે તેવી પહેલ કરવામાં આવેલ.

[wptube id="1252022"]
Back to top button