
4 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર
ગતરોજ શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.ગુરુ પૂર્ણિમા નિમિતે શાળામાં ગુરુ પૂજન તથા ગુરુ વિશે ભજન, વક્તવ્ય અને લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી વિદ્યાર્થીઓમાં મૂલ્ય શિક્ષણનું સંવર્ધન કરતા આ કાર્યક્રમની શરૂઆત અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુજીઓને કુમકુમ તિલક કરીને બાળકોએ ગુરુજીઓના આશીર્વાદ લઈને કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 12 ના વિધાર્થીઓએ કર્યું હતું. શાળાના આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિએ ગુરુ અને શિષ્યના સબંધો વિશે વિવિધ દ્રષ્ટાંતો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. શાળાના તમામ ગુરુજીઓએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
[wptube id="1252022"]