
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
અંતરિયાળ વિસ્તારોમાં વસતા આદિવાસી પરીવારના બાળકો શહેર જેવી સુવિધાઓ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે અત્યાધુનીક સુવિધાઓ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓની સાથે સાથે રમત-ગમત શ્રેત્રમા ભાગ લઇ વિધ્યાર્થીઓનો પોતાનો સંર્વાગી વિકાસ કરી શકે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે.
ખેલ મંહાકુભ થકી ડાંગ જિલ્લાના એથલિટ સરીતા ગાયકવાડ અને મુરલી ગાવિત જેવી પ્રતિભાઓ ઉભરી આવ્યા અને તેઓએ આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. આ ઉંપરાંત બિલીઆંબા પ્રાથમિક શાળાના બાળકોએ પણ ખેલ મહાકુંભમા ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે. તેમજ ડાંગ જિલ્લાનો યુવા ખેલાડી પૃથ્વી ભોયે જે નેશનલ આઇસ સ્ટોક ચેમ્પિયનશિપમા સિલ્વર મેડલ જીતી ચુક્યો છે.
ડાંગ જિલ્લાના વિધ્યાર્થીઓ શિક્ષણની સાથે રમત-ગમતના જુદા જુદા ક્ષેત્રોમા હરણફાળ સાથે આગેકુચ કરી રહ્યા છે. તાજેતરમા જ તા. 25 જૂનના રોજ જૂનાગઢ ખાતે આયોજિત અખિલ ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમા ડાંગના ખેલાડીઓનો ડંકો વાગ્યો છે. જેમા ડાંગ જિલ્લાના વિધ્યાર્થીઓએ કરાટેની વિવિધ વય શ્રેણીમાં ભાગ લીધો હતો, અને દરેક ખેલાડી પોતપોતાની કેટેગરીમાં મેચ જીતવામાં સફળ રહ્યા હતા.
કરાટે ચેમ્પિયનશિપમા ભાગ લીધેલ ખેલાડીઓમા વિનિત.એસ.ચૌર્યા, મહેશ.પી.વાઘ, અજય.એસ. ચૌર્યા, દિવ્યા.એચ.ગાયકવાડ, શિતલ.એમ.રાઉત, રોશની.એસ.મોરે, તારા.એમ.આહીર, રોશની. આર.ગાયકવાડ, સોનલ.એમ.પારે, મહેશ્વરી.એ.બૈરાગી છે. આ તમામ ખેલાડીઓને કોચ અને જનરલ સેક્રેટરી શ્રી પીઆર દીપક કુમાર દ્વારા સતત 3 મહિના સુધી તાલીમ આપવામા આવી હતી.
ડાંગ જિલ્લા કરાટે એસોસિએશનના અધ્યક્ષ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત, જોઈન્ટ સેક્રેટરી શ્રી હરિરામ આર. સાવંતના સહયોગ અને માર્ગદર્શનથી આ સ્તર હાંસલ કરવામાં ખેલાડીઓ સફળ થયા હતા. ખેલાડીઓ દ્વારા મેળવેલ સિદ્ધિઓ બદલ તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ તમામ ખેલાડીઓ આગામી રાષ્ટ્રીય સ્તરની કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે. જે ઓગસ્ટ મહિનામાં હૈદરાબાદ ખાતે યોજાનારા છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રોત્સાહક અભિગમને કારણે આજે ગુજરાતના 21 જિલ્લાઓમા સરકારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપલબ્ધ કરાવાયયા છે. જેમા મલ્ટીપરપઝ ઇન્ડોર હોલ, અને આઉટડોર સ્પોર્ટ્સની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ દિશામા આગળ વધતા આગામી બે વર્ષોમા દરેક જિલ્લામા આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામા સરકાર પ્રયત્નશીલ છે.
રાજ્યમા સને 2006થી શરૂ થયેલી શક્તિદૂત યોજના હેઠળ રાજ્યના શ્રેષ્ઠ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવામા આવે છે. તાલીમ મેળવી ખેલાડીઓ રાષ્ટ્રનુ નામ રોશન કરી રહ્યા છે.








