BAYADMAHISAGAR

બાલાસિનોરના સુતરિયા ગામના આધેડે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું

બાયડ : બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચાર વર્ષની બાળકી પર એક સંબંધી એવા આધેડે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ આધેડને ખેતરમાંથી ઝડપી પાડયો હતો. પોલીસે આધેડે સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત માસુમ બાળકીને ઇજા થતાં સારવાર માટે હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બાયડના ગ્રામ્ય વિસ્તારમાં બાલાસિનોર તાલુકાના સુતરિયા ગામનો ૭૦ વર્ષીય ફતેસિંહ રાયસિંગ ઝાલા મહેમાનગતિએ આવ્યો હતા. ગત રાત્રે ઘરના બધા સભ્યો બેઠા હતા તે દરમિયાન મહેમાનગતિએ આવેલા સંબંધી આધેડે ફતેસિંગ ઝાલાએ ફરવા જવાનું કહીને રસોડામાં બાળકીને લીધી હતી અને ખેતરમાં લઇ ગયો હતો. માસુમ બાળકી સાથે અડપલા કર્યા હતા બાદમાં ફતેસિંગ ઝાલાએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.તે દરમિયાન એક રાહદારીની નજર પડતા આધેડ ત્યાંથી રવાના થઇ હતો હતો. બાળકી ઘરે થઇ રહી હતી અને બાદમાં બાળકીએ સમગ્ર ઘટનાક્રમ અંગે માતા-પિતાએ વર્ણવી હતી.બાળકીને ગંભીર ઇજા જણાઇ હતી. બાદમાં આ આધેડને મેથીપાક ચખાડયો હતો અને  ખેતરમાંથી નરાધમને ઝડપી પાડયો હતો.

બાળકીને ગંભીર ઇજા થતાં સારવાર મો વાત્રક હોસ્પિટલ ખસેડાઇ હતી અને બાળકીને તબિયત વધુ બગડતા હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

આ મામલે બાલાસિનોરના સુતરિયા ગામના ફતેસિંગ ઝાલા સામે પોક્સો સહિતની કલમો હેઠળ બળાત્કારનો ગુનો પોલીસે નોંધ્યો છે. ડીવાયએસપીએ જણાવ્યુ કે, આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસની તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરને સોંપવામાં આવી છે અને અલગ- અલગ ટીમો બનાવીને વધુ તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button