૧ જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
*બોક્સ.ગ્રાહક અને વેપારીઓને કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ*
થરાદ શહેરમાં તા. ૨૧/૦૬/૨૦૨૩ થી ૨૪/૦૬/૨૦૨૩ દરમિયાન નગરપાલિકા તંત્ર દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પરંતુ હજુ પણ કેટલીક જગ્યાઓ પર બિનજરૂરી કચરો કરતા હોવાનું ધ્યાને આવતાં તંત્ર દ્વારા નીચે મુજબની અમલવારી કરવા જણાવવામાં આવે છે.
જે અંતર્ગત થરાદ શહેરના તમામ વેપારીઓએ પ્લાસ્ટિક થેલી (ઝભલા) સદંતર બંધ કરવાના રહેશે. તેની જગ્યાએ અન્ય કાપડની થેલીનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ ગ્રાહક પણ કાપડની થેલી લઈને આવે તેવો આગ્રહ રાખવાનો રહેશે. તમામ વેપારીઓએ પોતાના ધંધાના સ્થળે કચરાપેટીનો ઉપયોગ કરવાનો રહેશે. ડોર ટુ ડોર વાહન કચરો લેવા માટે આવે ત્યારે એ કચરો વાહનમાં નાખવાનો રહેશે. ચા- ના સ્ટોલ કે હોટલ ચલાવતા સંચાલકશ્રીઓએ ચા માટેના પ્લાસ્ટિકના કપ/કાગળના કપ નો ઉપયોગ બિલકુલ બંધ કરવાનો રહેશે. તેના બદલે ચિનાઈ માટી/સ્ટીલ/માટીના કપ નો ઉપયોગ કરવાનો રહેશે.
ઉપરોક્ત સૂચનાઓનું ભંગ થયેથી સંબંધિત વેપારી તથા ચા ના સ્ટોલ માલિક સામે નગરપાલિકા દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવશે. જેથી સ્વચ્છતા અંગેની જરૂરી જાહેર-હિતની કામગીરીમાં તમામ વેપારીશ્રીઓએ પૂરતો સહકાર આપવા વહીવટદારશ્રી થરાદ નગરપાલિકા અને મામલતદારશ્રી થરાદની અખબારી યાદીમાં જણાવ્યું છે.