બકરી ઇદને અનુલક્ષીને ગૌવંશ સહિતના પશુઓની ગેરકાયદેસર કતલની પ્રવૃતિઓ અટકાવવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું.

28-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ગાંધીધામ કચ્છ :- તા.૨૯/૦૬/૨૦૨૩ ના રોજ બકરી ઇદ હોઇ તેને અનુલક્ષીને વિવિધ કાયદાકીય જોગવાઇઓનો ખુલ્લેઆમ ભંગ કરીને હાલમાં કતલ કરવા માટે મોટાપાયે સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર કબજો કરીને; જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ફેલાય અને ટ્રાફીકને અડચણ થાય તે રીતે તેમજ પશુઓ ઉપર કૃરતા આચરાય તે રીતે કતલ કરવા માટે નગરપાલીકા વિસ્તારમાં પશુઓ વેચાણ કરવામાં આવે છે. હજારો પશુઓની બકરી ઇદના ત્રણ દિવસ પહેલાંથી આપણા નગરપાલીકા વિસ્તારમાં દુકાનોમાં, રહેણાંકના મકાનોમાં, ફ્લેટોમાં, સોસાયટીઓમાં, જાહેર સસ્તાઓ ઉપર ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ (સ્લોટર હાઉસ) નિયમો 2001; ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006,; ખાદ્ય સુરક્ષા અને ધોરણો (ખાદ્ય વ્યવસાયનું લાઇસન્સ અને નોંધણી) નિયમન, 2011તેમજ પ્રદુષણ અંગેની તમામ જોગવાઇઓનું પાલન કર્યા સિવાય કતલ કરીને માંસના ટુકડા, હાડકા અને લોહીનો જાહેર રસ્તાઓ ઉપર, ગટરોમાં અને અન્ય રીતે નિકાલ કરવામાં આવે છે. તેનાથી મોટા પાયે ગંદકી અને પ્રદુષણ ફેલાય છે તેમજ માનવજીવન જોખમમાં મુકાય તેવો ચેપી રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ ઉભી થાય છે. 2021ની આર/રિટ પિટિશન નંબર 133 (પટેલ ધર્મેશભાઈ નારાણભાઈ વિરુદ્ધ ધર્મેન્દ્રભાઈ પ્રવિણભાઈ_ફોફાની)ના કેસમાં તા.૧૧/૦૪/૨૦૨૩ ના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટે ધાર્મિક તહેવારના નામે નિયમોના પાલન કર્યા સિવાય ગેરકાયદેસર કતલની છુટ ના આપી શકાય તેવો હુકમ કરેલો છે.જેથી અમારી રજુઆત ધ્યાને લઇ બકરી ઇદને અનુલક્ષીને ધાર્મિક તહેવારના નામે ગૌવંશ સહિતના પશુઓની ગેરકાયદેસર હેરાફેરી, કતલ માટે પશુઓના જાહેર રસ્તાઓ ઉપર વેચાણની પ્રવૃતિ તેમજ દુકાનોમાં, રહેણાંકના મકાનોમાં, ફ્લેટોમાં, સોસાયટીઓમાં, જાહેર રસ્તાઓ ઉપર ખુલ્લેઆમ ચાલતી ગેરકાયદેસર કતલની પ્રવૃતિઓ અટકાવવા તાત્કાલીક પગલા ભરવા તાત્કાલીક કાયદાકીય જોગવાઇઓ મુજબની કાર્યવાહી કરવા જરુર પડે તો પોલીસ તંત્રનો સહકાર મેળવીને નગરપાલીકાના જવાબદાર ડીપાર્ટન્ટોના અધિકારીઓને તાત્કાલીક સુચના આપી કાયદાઓની જોગવાઇઓ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઇકોર્ટની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવવા અને આવી સુચનાઓના પાલનમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ/કર્મચારીઓની જવાબદારી નક્કી કરી તેમની સામે પગલા ભરવા કરી અપીલ.
અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને હિન્દુ યુવા વાહિની ટીમ દ્વારા બકરી ઈદ અનુલક્ષી ગૌવંશ સહિતના પશુઓની ગેરકાયદેસર કતલની પ્રવુતિઓ અટકાવવા બાબતે માનનીય ચીફ ઓફિસર શ્રી ગાંધીધામ નગરપાલિકા તથા માનનીય પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ, ગાંધીધામ ને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો.અને જાહેર માં ક્યાંપણ બીન ગેરકાયદેસર કતલ થશે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે એવુ ગૌ રક્ષકો એ જણાવ્યું હતું. શ્રી રાજભા નારણભા ગઢવી
ગૌ રક્ષા રાષ્ટ્રીય અધ્યક્ષ.અખિલ ભારતીય નવયુગ સંસ્થા.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ.હિન્દુ યુવા વાહિની. શ્રી ભરતભાઈ ધવલેશા્
કચ્છ જિલ્લા મહામંત્રી.હિન્દુ યુવા વાહિની શ્રી ભાવેશગીરી ગોસ્વામી.
કચ્છ જિલ્લા મંત્રી.અખિલ ભારતીય નવયુગ સંસ્થા શ્રી કિરણભાઈ પ્રજાપતિ
ગાંધીધામ શહેર અધ્યક્ષ.અખિલ ભારતીય નવયુગ સંસ્થા શ્રી કરણસિંહ ઝાલા.
ઉપ્રમુખ ગાંધીધામ શહેર.અખિલ ભારતીય નવયુગ સંસ્થા શ્રી ઉપેન્દ્રભાઈ ચૌહાણ.
ઉપ્રમુખ ગાંધીધામ શહેર અખિલ ભારતીય નવયુગ સંસ્થા શ્રી દિલીપભાઈ પટેલ ગાંધીધામ શહેર મંત્રી
અખિલ ભારતીય નવયુગ સંસ્થા શ્રી રાહુલભાઈ યાદવ શ્રી મોહનભાઈ મારાજ શ્રી દીપભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા.