BANASKANTHAPALANPUR

વડગામ તાલુકાના મગરવાડા ગામ ખાતે શ્રી પ્રધુમ્ન વિમલ સુરીશ્વરજી મહારાજ(ભાઈ મહારાજ)  સાહેબનો ચાતુર્માસ પ્રવેશ  

27 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.વડગામના મગરવાડા ગામની ધન્ય ધરા પર રવિવારે પરમપૂજ્ય શ્રી પ્રધુમ્ન વિમલ સુરીશ્વરજી મહારાજ સાહેબ ના (ભાઈ માહારાજ) ચાતુર્માસ પ્રસંગે મગરવાડા શ્રી માણિભદ્ર મહાતિથૅ ખાતે ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ કાયૅક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વહેલી સવારે ભક્તજનો દ્વારા ચૌધરી સમાજ ભવન ખાતે સામૈયું કરી શ્રી પ્રધુમ્ન વિમલ સુરીશ્વરજી મહારાજ સાહેબ, ગાદીપતિ યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ આદિઠાણા સહિત સાધુ ભગવંતો ની ચાતુર્માસ પ્રસંગે પધરામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મગરવાડા ગામના સમસ્ત જ્ઞાતિ ના લોકો અને દૂર દૂર થી ભક્તો , મગરવાડા ગ્રામજનો પધાર્યા હતા. વિશેષ માં ગુરુભક્તો પુજ્ય ગુરુ દેવના સન્મુખે વ્યાખ્યાન માંગલિક શ્રવણ કરી ભાવવિભોર બન્યા હતા ત્યારબાદ પુજ્યશ્રીએ વાસક્ષેપ પણ કર્યો હતા જેમાં પધારેલ દરેક ગુરુભક્તોએ પુજ્યશ્રીના દર્શન વંદન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે મોટી માત્રામાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો પધારેલ સર્વે ગુરુભક્તો મહેમાનોની લાભાર્થી પરિવાર દ્વારા ત્રણેય ટા‌ઈમ સાધમિક ભક્તિ નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button